PHOTOS: જાણો કેમ ચર્ચામાં છે અભિનેત્રી Meera Chopra

મીરાએ પોતાના વેરિફાઇ ટ્વિટર હેન્ડલથી એક પોસ્ટ શેર કરી છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી મીરા ચોપડા (Meera Chopra) હાલ પોતાના એક નિવેદનના કારણે ચર્ચામાં છે. તેમણે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મોતની તપાસ કરી રહેલી સીબીઆઇને લઇને સોમવારે કહ્યું કે લોકોને સીબીઆઇ પર વિશ્વાસ કરવો જોઇએ. મીરાએ પોતાના વેરિફાઇ ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું કે 'એક એવા કેસની તપાસ કરી કરવી મુશ્કેલ છે, જ્યાં મોટાભાગના પુરાવા નષ્ટ કરી દેવામાં આવ્યા હોય. આપણે સીબીઆઇ પર વિશ્વાસ કરવો જોઇએ અને તેને પોતાનું કામ કરવા દેવું જોઇએ. આખા દેશની ભાવના સુશાંતને ન્યાય અપાવવામાં જોડાયેલી છે. અમે વિશ્વાસ છે કે અધિકારીઓને તે ભાવનાઓને અનદેખી ન કરવી જોઇએ. 

1/6
image

તેમની આ ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે સુશાંતના પ્રશંસક સીબીઆઇની કેટલીક નક્કર જાણકારીનો રાહ જોઇ રહ્યા છે.

2/6
image

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે દાવો કરતાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસની તપાસ ઠંડી પડી ગઇ છે. 

3/6
image

દેશમુખે મીડિયાને કહ્યું કે ''તમે બધા જાણો છો કે સુશાંતના મોતના મામલે કેસની તપાસ મહારાષ્ટ્ર પોલીસ અને મુંબઇ પોલીસ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે. પરંતુ તેને અચાનક સીબીઆઇને સોંપવામાં આવી. 

4/6
image

દેશમુખે મીડિયાકર્મીઓએ કહ્યું ''અમે ઉત્સુકતાથી જાણવા માંગીએ છીએ. અહીંયા સુધી લોકોને એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે સુશાંતની મોત આત્મહત્યાથી થયેલી તેમની હત્યા થઇ. અમે ઇચ્છીએ છીએ કે સીબીઆઇ તપાસનું વિવરણ સામે આવ્યું. 

5/6
image

આ પહેલાં સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે પણ સીબીઆઇની સુસ્ત તપાસ પર સવાલ ઉભા કર્યા હતા. 

6/6
image

શુક્રવારે એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતાં સિંહે કહ્યું હતું, 'એમ્સ ટીમે એક ડોક્ટરે દાવો કર્યો હતો કે આ હત્યાનો કેસ છે. એમ્સની ટીમમાં ડોક્ટરોમાંથી એકનું માનવું છે કે આ ગળું દબાવવાથી 200 ટકા મોતનો મામલો છે કે આત્મહત્યા. સીબીઆઇએ આ કેસ પર પોતાની વાત સ્પષ્ટ કરવી જોઇએ.