બે વર્ષ બાદ યોજાયેલા ફ્લાવર શો નિહાળવા અડધુ અમદાવાદ ઉમટ્યું, અટલ બ્રિજ ઉપર હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ

Ahmedabad Flower Show સપના શર્મા/અમદાવાદ : અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. રવિવારની રજા હોવાથી ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જે રીતે અહી મુલાકાતીઓ આવ્યા છે, તે જોતા લાગે છે કે અડધુ અમદાવાદ ફ્લાવર શોમાં આવ્યું છે. તો બીજી તરફ, સાબરમતી નદી પર આકર્ષણ બનેલ અટલ બ્રિજ પર પણ હૈયાથી હૈયુ દળાય તેવી સ્થિતિ જોવા મળી. ફ્લાવર શોને પગલે અટલ બ્રિજ પર પણ પગ મૂકવાની જગ્યા નથી તેટલા મુલાકાતીઓ જોવા મળી રહ્યાં છે. 

Flower Show 2023

1/5
image

બે વર્ષ બાદ લોકોને ફ્લાવર શો નિહાળવા જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે 10 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. કોરોનાને કારણે અગાઉ ફ્લાવાર શૉ રદ થયો હતો. ત્યારે ફ્લાવાર શૉ માટે રવિવારના દિવસે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ફ્લાવાર શૉની અસર અટલ બ્રિજ ઉપર જોવા મળી છે. અટલ બ્રિજ ઉપર હૈયાથી હૈયું દળાય તેવી સ્થિતિ છે. 

Flower Show 2023

2/5
image

અટલ બ્રિજ ઉપર પગ મુકવાની જગ્યા નથી. બે વાગે બાદ લોકોની અવરજવર માટે બ્રિજ બંધ કરવામાં આવશે. આજે રવિવાર હોવાથી લોકો ફ્લાવર શૉ અને અટલ બ્રિજ જોવા દૂરના સ્થળોથી આવ્યા છે. 

Flower Show 2023

3/5
image

Flower Show 2023

4/5
image

Flower Show 2023

5/5
image