Venezuela એ બદલી Currency: 10 લાખનો 1 રૂપિયો, લાખોપતિ હતા એ રાતોરાત બની ગયા કંગાળ!

નવી દિલ્લીઃ તમે કલ્પના કરો કે તમારી પાસે 10 લાખ રૂપિયા છે અને એ 10 લાખ રૂપિયા સરકારની એક જાહેરાતથી 1 રૂપિયો થઈ જાય તો? બસ આવું જ કંઈક થયું છે વેનેજુએલા (Venezuela)દેશના લોકો સાથે. આર્થિક તંગીથી જજુમી રહેલી અહીંની સરકારે પોતાની કરન્સી  બદવાની જાહેરાત કરી છે. સ્થાનીક મુદ્રાને 10 લાખથી માત્ર 1 બોલીવર (Bolivar) કરવાનો નિર્યણ લીધો છે.
 

1 ઓક્ટોમ્બરથી લાગુ થશે નવા ફેરફાર

1/5
image

મોંઘવારીથી જઝૂમી રહેલા  દક્ષિણ અમેરિકી દેશ વેનેજુએલા (Venezuela) માં નવી મુદ્રા 1 ઓક્ટ્રોમ્બરથી લાગુ થવા જઈ રહી છે. આ અંતર્ગત વર્તમાનમાં 10 લાખ બોલીવરની કીંમત માત્ર 1 બોલીવર જ રહેશે. આ જ માટે વેનેજુએલા ડિઝિટલ કોઈન 'રિઝર્વ'  ઉપર આધારીત  એક કિષ્ટોકરન્સી ક્રાંતિના માધ્યમથી પરિસ્થિતીને સામાન્ય બનાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. આ ડિઝિટલ મુદ્રા માર્ચ 2020થી જ પ્રચલનમાં છે.

100 બોલીવર હશે સૌથી મોટી નોટ

2/5
image

10 લાખ બોલીવરના નોટને હટાવવા માટેનો નિર્ણય સરકારે લાગુ  કરેલી મુદ્રા પરિવર્તનોનો વધુ એક અખતરો છે. સંચાર મંત્રી ફ્રેડી નાનેજે  ટ્વીટ કરીને જણાવ્યું કે 'દેશની સેન્ટ્રલ બેન્ક 5, 10, 20, 50 અને 100 બોલીવરની નોટો બહાર પાડશે. નવી વ્યવસ્થામાં 100 બોલીવર સૌથી મોટી નોટ હશે. તેની કિંમત વર્તમાનમાં 10 કરોડ બોલીવરના બરાબર હશે.

6 વર્ષથી છે મંદી

3/5
image

આ સતત છઠ્ઠુ વર્ષ છે જ્યાં વેનેજુએલામાં મંદીની સ્થિતિ છે. ખાદ્ય વસ્તુઓ મોંઘી હોવાના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તે ગરીબીમાં ફસાતા જઈ  રહ્યા છે. અમેરિકી ડૉલરના વધતા જતા મૂલ્યના કારણે અહીં ખાવાની વસ્તુઓની કિંમત વધુ છે. લાખો લોકો ગરીબ થઈ ગયા છે.

Zero ઓછો કરવાનો અખતરો

4/5
image

છેલ્લા દશકામાં પણ આનાથી મળતા-જુલતા બે ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ આ ફેફરફારે વેનેજુએલાની આર્થિક સ્થિતિને બદવામાં ખૂબ ઓછુ કામ કર્યું. આ જ કારણ છે કે આ વખતે નોટોમાં થયેલા ફેરફારથી પણ લોકોમાં શંકા છે. 2008 માં પૂર્વ રાષ્ટ્રિપતિ હૂગો ચોવેઝે બોલીવરમાંથી ત્રણ સૂન્ય હટાવવાનો નિર્ણય કર્યો.  તેમાના ઉત્તરાધિકારી નિકોલસ મદુરોએ 2018 માં પાંચ ઝીરો વાળી નોટો હટાવી.

5 લીટર પાણીની કિંમત 74 લાખ

5/5
image

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સરકારના આ નિર્ણય પછી માર્કેટમાં 10 લાખ બોલીવર ઓછા થવા લાગશે. વધતી મોંઘવારીના કારણે 5 લીટર પાણીની બોટલ ખરીદવા માટે  74 લાખ બોલીવરની જરૂરત પડે છે. જે 1.84 ડૉલરની બરોબર છે. આનાથી વેનેજુએલાની બગડેલી સ્થિતીનો અંદાજ લગાવી શકાય છે.