30 વર્ષ બાદ બુધ ઉદય થઈ શનિ સાથે બનાવશે યુતિ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, કરિયર અને કારોબારમાં પ્રગતિનો યોગ
Conjunction of Shani And Budh: વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2025માં બુધ અને શનિનો સંયોગ બની રહ્યો છે. જેનાથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
શનિ અને બુધની યુતિ
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ઉદય અને અસ્ત થઈને અન્ય ગ્રહોની સાથે યુતિ બનાવે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજકુમાર બુધ ફેબ્રુઆરીમાં ઉદિત થશે. બુધ ગ્રહ કુંભ રાશિમાં ઉદય થશે. તો કુંભ રાશિમાં પહેલાથી કર્મફળદાતા શનિ દેવ બિરાજમાન છે. તેવામાં કુંભ રાશિમાં બુધ અને શનિની યુતિ બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોને ધનલાભ અને ભાગ્યોદય થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
મેષ રાશિ
તમારા લોકો માટે બુધ અને શનિની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી 11મા ભાવ પર બનશે. તેથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે નવા સોર્સના માધ્યમથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયે જે છાત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેને સફળતા મળી શકે છે. આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ મળી શકે છે.
મિથુન રાશિ
બુધ અને શનિનો સંયોગ મિથુન રાશિના જાતકો માટે શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. તમારા અટવાયેલા કામમાં તમને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થઈ શકે છે. સફળતા માટે નવી તક મળશે. લોકો વચ્ચે તમારી ઓળખ બનશે. ધન વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. સાથે આ દરમિયાન તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રા કરી શકો છો. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યમાં સામેલ થઈ શકો છો.
મકર રાશિ
તમારા લોકો માટે શનિ અને બુધનો સંયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને ધનલાભ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ છે. ફિટનેસ અને માનસિક શાંતિ રહેશે. આ દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. સાથે આ સમયે કામના ક્ષેત્રમાં તમને તમારી મહેનતનું ફળ મળશે. નવી નોકરીની તક મળી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos