Valentine Day પહેલા આ 7 દિવસ છે ખુબ મહત્વના, જાણો Valentine Week ની યાદી
7 ફેબ્રુઆરીથી વેલન્ટાઈન વિકની શરૂઆત થઈ રહી છે. વેલન્ટાઈન વિક એક સપ્તાહ સુધી એટલે કે 7-14 ફેબ્રુઆરી સુધી હોય છે. આ 7 દિવસ સુધી પ્રેમી અલગ-અલગ રીતે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પ્રેમનો એકરાર કરવા માટે પ્રેમી યુગલો આખું વર્ષ વેલન્ટાઈન ડેની રાહ જોઈ રહ્યાં હોય છે. આ દિવસને વેલન્ટાઈન ડે, પ્રેમ દિવસ, આશિકોનો દિવસ વગેરે નામે ઓળખાય છે.
અમદાવાદ: 7 ફેબ્રુઆરીથી વેલન્ટાઈન વિકની શરૂઆત થઈ રહી છે. ઘણા પ્રેમાળ યુગલો વેલેન્ટાઇન વિકની આતુરતાથી રાહ જોતા હોય છે જેથી તેઓ તેમના જીવનસાથી સમક્ષ પ્રેમનો એકરાર કરી શકે. પ્રેમ કરતા લોકો માટે વેલન્ટાઈન વિક કોઈ તહેવારથી ઓછો નથી. વેલન્ટાઈન વિક એક સપ્તાહ સુધી એટલે કે 7-14 ફેબ્રુઆરી સુધી હોય છે. આ 7 દિવસ સુધી પ્રેમી અલગ-અલગ રીતે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પ્રેમનો એકરાર કરવા માટે પ્રેમી યુગલો આખું વર્ષ વેલન્ટાઈન ડેની રાહ જોઈ રહ્યાં હોય છે. આ દિવસને વેલન્ટાઈન ડે, પ્રેમ દિવસ, આશિકોનો દિવસ વગેરે નામે ઓળખાય છે. વેલન્ટાઈન વિકમાં ક્યાં દિવસે ક્યો ડે છે તે અંગે તમારે પૂરી તૈયારી કરવી જરૂરી છે. જેથી છેલ્લે કોઈ કન્ફ્યુઝન ન રહે.
7 FEB: ROSE DAY
વેલન્ટાઈન વિકનીથી શરૂઆત રોઝ ડેથી થાય છે. પ્રેમનો એકરાર ગુલાબના ફુલ વગર અધુરો છે. લાલ ગુલાબ પ્રેમનો પ્રતીક ગણાય છે. વેલન્ટાઈન વિકની શરૂઆત ગુલાબના ફુલની મધુર સુગંધ અને સુંદર રીતે થાય છે. આ દિવસે પ્રેમી પોતાની પ્રેમીકાને ગુલાબનું ફુલ આપી પોતાના દિલની વાત જણાવે છે.
8 FEB: PROPOSE DAY
વેલન્ટાઈન વિકનો બીજો દિવસ એટલે કે પ્રપોઝ ડે. આ દિવસે તમે તમારા પ્રેમી/પ્રેમીકાને અલગ અલગ રીતે પ્રપોઝ કરી શકો છો. લોકોએ પોતાના પ્રેમી/પ્રેમીકાને પ્રપોઝ કરવામાં જરા પણ ઉતાવળ કરવી જોઈએ નહીં. લોકોએ એવો પ્રેમાળ માહોલ બનાવવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ તમારા પ્રપોઝલને હસી ખુશીથી સ્વીકાર કરી લે. ના પાડી દેશે તેવા ડરને કારણે ઘણા લોકો પોતાના પ્રેમનો એકરાર કરતા ડરે છે. પરંતુ જો તમે સાફ દિલથી પ્રેમનો એકરાર કરશો, તો તમારો પ્રેમી તમારા પ્રપોઝલનો જરૂરથી સ્વીકાર કરશે. સકારાત્મક વિચાર સાથે પ્રેમી-પ્રેમીકા આ દિવસની ઉજવણી કરે છે.
9 FEB: CHOCOLATE DAY
ચોકલેટ ડેની કોને પસંદ નથી. પરંતુ મોટા ભાગે યુવકો કરતા યુવતીઓને ચોકલેટ વધુ પસંદ હોય છે. આજ કારણે પ્રેમીઓ પોતાની પ્રેમીકાને અલગ અલગ અને ફેન્સી ચોકલેટ આપે છે. આ દિવસે પ્રેમી-પ્રેમીકા એકબીજાને ચોકલેટ આપી પોતાના સંબંધમાં મીઠાશ લાવે છે. પ્રયાસ એવો કરો કે તમે એકબીજાની બાજુમાં બેસી પ્રેમભરી વાતો કરો અને ચોકલેટનો આનંદ માણો.
10 FEB: TEDDY DAY
ગિફ્ટ પ્રેમને વધારે છે, તેમા કોઈ શંકા નથી. આજકાલની યુવતીઓની નાજુક અને સુવાળું ટેડી બેર ખુબ પસંદ છે. મોટા ભાગની યુવતીઓને મોટું ટેડી બેરને આલિંગન કરવું પસંદ છે. એવું કહેવાય છે કે જ્યારે પ્રેમીકા પોતાના પ્રેમીથી દૂર હોય છે ત્યારે આ ટેડી બેરને હગ કરી તેને યાદ કરે છે. આ માટે પ્રેમીએ પોતાની પ્રેમીકાને મોટું ટેડી બેર આ દિવસે ગિફ્ટ કરવું જોઈએ.
11 FEB: PROMISE DAY
પ્રેમના મામલામાં કમિટમેન્ટ ઘણું મહત્વનું છે. આ એ દોર છે જે બે દિલોને જોડે છે. આ પ્રોમિસ ડે પર તમે તમારા પ્રેમીને ભલે નાના વચન આપો પણ એવા વચન આપો કે તમે તેને નિભાવી શકો. તમે તમારા પાર્ટનરના હાથને તમારા હાથમાં પકડી લો અને આંખમાં આંખ પરોવી વચન આપવા જોઈએ. આ કરવાથી તમે આ પળની ગંભીરતાનો એહસાસ તો કરશો જ, પણ તેની સાથે તમારા બંને વચ્ચેના સંબંધની વિશ્વસનીયતા પણ વધશે.
12 FEB: HUG DAY
પ્રોમિસ ડે બાદ આ પ્રેમભર્યા સપ્તાહમાં હગ ડેની ઉજવણી કરવામાં આવે છે. એમ તો પ્રેમી યુગલો જ્યારે પણ એકબીજાને મળે છે ત્યારે હગ કરે છે. પરંતુ આ દિવસના હગની વાત જ કંઈક અલગ છે. કારણે કે તેમા ભાવનાઓનો ખુબ અહેસાસ થતો હોય છે. કંઈ પણ બોલ્યા વગર તમે તમારા પ્રેમીને હગ કરી તમારા પ્રેમનો ઈઝહાર કરી શકો છો.
13 FEB: KISS DAY
કોઈ ખુબ સરસ વાત કરી છે કે તમને ગમતી વ્યક્તિના માથા પર ચુમવું, એ તેની આત્માને ચુમવા જેવું છે. આ દિવસે પ્રેમી યુગલોએ એકબીજાને કિસ કરી પ્રેમનો એકરાર કરે છે. તમે બોલીને, ગિફ્ટ આપીને, હગ કરીને પ્રેમનો એકરાર કર્યો, તો હવે વારી છે કિસની. તમારા પાર્ટનર કિસ કરવાથી કંફર્ટેબલ હોવા જોઈએ. જો તેઓ ન હોય તો તમારે આ ક્રિયા ટાળવી જોઈએ.
14 FEB: VALENTINE'S DAY
સમગ્ર સપ્તાહ અલગ અલગ રીતે પ્રેમનો એકરાર કર્યા બાદ સૌથી મહત્વનો દિવસ આવે છે. વેલન્ટાઈન્સ ડેની રાહ સૌ પ્રેમી પંખીડાઓ જોતા હોય છે. આ દિવસે પ્રેમી-પ્રેમીકા એકબીજા સાથે રહી પ્રેમના દિવસની ઉજવણી કરે છે. પ્રેમીઓ આ દિવસને સુંદર ભાવથી સ્વાગત કરે છે અને એકબીજાની આંખોમાં લોકો પોતાના અસ્તિત્વને જોઈ ભગવાનનો આભાર માને છે. જીવનમાં ગમતી વ્યક્તિ મળતા લોકો ભગવાનને તેમના સુંદર અને પ્રેમભરી શરૂઆત કરવા માટે પ્રાર્થના કરે છે. આ દિવસે મોટા ભાગના શહેરોમાં વેલન્ટાઈન સ્પેશિયલ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જ્યાં અનેક પ્રેમી યુગલો આ દિવસની જોરશોર અને ઉત્સાહભેર ઉજવણી કરે છે.
Trending Photos