જાણો શું છે Truecaller Pay ની ખાસિયત, કેવી રીતે કામ કરે છે આ Payment App
અજાણ્યા નંબર વિશે માહિતગાર કરનાર ટ્રૂકોલર એપ પેટીએમના તર્જ પર મોબાઇલ વડે પેમેંટ કરવાની સુવિધા પણ આપે છે. ટ્રૂકોલર પે નામથી કંપની એક બેંકથી બીજી બેંકમાં મની ટ્રાંસફર અને બિલ ચૂકવણીની સેવા પુરી પાડે છે. ટ્રૂકોલરની યૂપીઆઇ સર્વિસ ટ્રૂકોલર પેમેંટ ડિસેમ્બરમાં ભારત બિલ પેમેંટ સિસ્ટમની સાથે લાઇવ થઇ જશે. ભારત બિલ પેમેંટ સર્વિસ એક યૂટિલિટી પેમેંટ સર્વિસ છે અને અહીં વિજળી, ડીટીએચ, ગેસ, પાણી અને મોબાઇલ બિલની ચૂકવણી કરી શકાય છે. આ એપના લગભગ 2.25 કરોડ યૂજર છે. આવો જાણીએ આ ટ્રૂકોલર પે એપના ફિચર્સ વિશે:
ટ્રૂકોલર પે કેટલું સુરક્ષિત છે?
ટ્રૂકોલર પે દ્વારા દરેક ટ્રાંજેક્શન માટે યૂપીઆઇ પિન જરૂરી છે. જે ફક્ત યૂજરને જ ખબર હોય છે. એટલા માટે તમારું ટ્રાંજેકશન સુરક્ષિત છે. બસ તમારો પિન નંબર કોઇની સાથે શેર ન કરો. જો તમારો ફોન ખોવાઇ જાય તો પણ કોઇ પણ ટ્રાંકેજશન નહી કરી શકે પિન નંબર વિના આમ શક્ય નથી.
જો તમારી પાસે એકથી વધુ બેંક એકાઉંટ છે તો શું થશે?
ટ્રૂકોલર પેમાં મેનેજ એકાઉંટમાં જઇને એકથી વધુ એકાઉંટ ઉમેરી શકાય છે. ટ્રાંજેક્શન વખતે તમને તમારું એકાઉંટ સિલેક્ટ કરવાનું પુછશે.
જો તમારો મોબાઇલ નંબર બદલાઇ ગયો તો?
મોબાઇલ નંબર બદલાઇ જતાં કોઇ સમસ્યા નહી થાય. મોબાઇલ નંબર બદલાઇ જતાં તમે તમારા નવા મોબાઇલ નંબરની જાણકારી બેંકને આપો. બેંકમાં તમારો નંબર અપડેટ થતાં જ, ટ્રૂકોલર પે પર તમારો નંબર આપમેળે અપડેટ થઇ જશે અને તમે પેમેંટ કરી શકશો.
જેને પેમેંટ કરવાનું છે, શું તેની પાસે પણ ટ્રૂકોલર પે હોવું જરૂરી છે?
તેની જરૂર નથી, જેને પેમેંટ કરવાનું છે, જો તેની પાસે ટ્રૂકોલર એપ નથી તો પણ તેને પેમેંટ કરી શકાશે. એકાઉંટ નંબર અને આઇએફએસએસી કોડ દ્વારા પેમેંટ કરી શકાય છે. યૂપીઆઇ આઇડી અથવા આધાર નંબર વડે પણ પેમેંટ થઇ શકે છે.
ટ્રૂકોલર પે દ્વારા પેમેંટમાં કેટલો સમય લાગે છે?
ટ્રૂકોલર પે પેમેંટ સૌથી ફાસ્ટ રીત છે. જેને પેમેંટ કરવાનું હોય, તેનું નામ સિલેક્ટ કરો, યૂપીઆઇ પિન નાખો અને પેમેંટ તાત્કાલિક પહોંચી જશે.
Trending Photos