Toyotaએ લોન્ચ કરી પોતાની Aygo X, Tataની Punchને આપશે ટક્કર
નવી દિલ્હી: ટોયોટાએ સત્તાવાર રીતે પોતાની નવી કાર Aygo Xને લોન્ચ કરી છે. ટોયોટાની નવી કાર SUV સ્ટાઈલિંગ એલિમેન્ટ્સ સાથે એક સબ-કોમ્પેક્ટ ક્રોસઓવર કાર છે જે હાલમાં લોન્ચ થયેલી ટાટાની PUNCHની યાદ અપાવશે. Toyota Aygo X JA-B પ્લેટફોર્મ પર આધારિત છે, જે TNGA પ્લેટફોર્મ પર હાસિલ કરવામાં આવેલું આર્કિટેક્ચર છે. આનો ઉપયોગ ટોયોટા યારીસ અને ટોયોટા યારીસ ક્રોસ જેવી કારોમાં કરાયો છે.
ફીચર્સ
આ કારના ઈન્ટીરિયર એક મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ સાથે આવે છે. આમાં 9 ઈંચનું ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે આપવામાં આવી છે. કારમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જેને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સાથે કનેક્ટ કરી શકાય છે. આ વાયર્ડ સાથે વાયરલેસ છે, અને MyT એપ્લિકેશનને સામેલ કરવાનો ઓપ્શન મળે છે. જે ડ્રાઈવરને કાર સાથે સંબંધિત માહિતી જેવી કે ડ્રાઈવિંગ એનાલિસિસ, ફ્યુલ લેવલ, વોર્નિંગ અંગે જણાવે છે. કારમાં 231 લીટરની બુટ સ્પેસ પણ મળે છે.
ડિઝાઈન અને કલર
આ કારમાં ટુ ટોન એક્સટીરિયર કલર સ્કિમ સાથે આવે છે. જે તેને રફ લુકનો ઘણી આકર્ષક બનાવે છે. આ કારમાં ડ્યુલ ટોન કલર સ્કિમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં સી-પીલરને બ્લોક ટોન આપવામાં આવ્યું છે. જ્યારે કારની અન્ય બોડીમાં 4 અલગ અલગ કલર આપવામાં આવ્યા છે. જેમાં રેડ, બ્લુ, ગ્રીન સામેલ છે.
સ્પોર્ટી લુક્સ
Toyota Aygo Xમાં મોટી ફ્રંટ ગ્રીલ, ફોગ લેમ્પ, હેટલાઈટ્સ સાથે LED ડે-લાઈટ રનિંગ લાઈટ્સ મળે છે. આ કારમાં ખાસ પ્રકારના ઈન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે. આ લાઈટની 2 પટ્ટીઓ છે જે ચારેકોર હળવી રોશની સાથે ઘેરાયેલી છે. Aygo Xમાં એક પ્રોફાઈલ પણ મળે છે. કારમાં 18 ઈંચના વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે કારને સ્પોર્ટી લુક્સ આપે છે.
એન્જીન અને પાવર
Toyota Aygo Xમાં 1.0 લીટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન મહત્તમ 72BHPનો પાવર અને 205NMનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે CVT ગીયરબોક્સ આપવામાં આવ્યું છે.
Trending Photos