3000 હજારમાં આખું વર્ષ અને 30000 હજારમાં 'લાઈફસ્ટામ પાસ' જાણો શું છે આ યોજના?
Toll Plaza Pass: જો તમે એવા લોકોમાંથી એક છો જેઓ ઘણીવાર હાઈવે પર મુસાફરી કરે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. હાઈવે અને એક્સપ્રેસ વે પર બનેલા ટોલ પ્લાઝા પર તમારે વારંવાર ટોલ ટેક્સ ભરવાની જરૂર નહીં પડે. એકવાર ચૂકવણી કરીને, તમે આખા વર્ષ માટે ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકો છો.
હવે ટોલ ટેક્સથી મળશે છૂટકારો!
જો તમે એવા લોકોમાંથી એક છો જેઓ મોટાભાગે હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. હાઈવે અને એક્સપ્રેસ વે પર બનેલા ટોલ પ્લાઝા પર તમારે વારંવાર ટોલ ટેક્સ ભરવાની જરૂર નહીં પડે. એકવાર ચૂકવણી કરીને, તમે આખા વર્ષ માટે ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકો છો. એટલે કે 'એકવાર ભરો અને આખા વર્ષ દરમિયાન મુસાફરી કરો'.
મોંઘાં ટોલ ટેક્સની છુટ્ટી
સરકાર ટૂંક સમયમાં મધ્યમ વર્ગના કાર ચાલકો અને માલિકોને ભેટ આપવાની તૈયારી કરી રહી છે. ટૂંક સમયમાં તમે માસિક ઉપરાંત વાર્ષિક ટોલ પાસ મેળવવાની સુવિધા મેળવી શકો છો. માત્ર વાર્ષિક નહીં, પરંતુ જો તમે ઇચ્છો તો તમે જીવનભર માટે ટોલ પાસ મેળવી શકો છો. આ પાસની મદદથી તમે આખા વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કોઈપણ અવરોધ વિના મુસાફરી કરી શકશો. અને લાઇફટાઇમ ટોલ પાસ દ્વારા તમે 15 વર્ષ સુધી ટોલ ચૂકવ્યા વિના હાઇવે પર વાહન ચલાવી શકશો.
કેટલો ચૂકવવો પડશે ચાર્જ
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વાર્ષિક અને લાઈફટાઈમ ટોલ પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. હાલમાં માત્ર માસિક ટોલ પાસ છે. ટૂંક સમયમાં વાર્ષિક અને લાઈફટાઈમ ટોલ પાસની સુવિધા શરૂ થવા જઈ રહી છે. આ પાસ માટેના શુલ્ક અંગેના અંતિમ દરો જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ દરખાસ્ત મુજબ વાર્ષિક પાસ માટે 3000 રૂપિયા જ્યારે લાઈફટાઈમ ટોલ પાસ માટે 30000 રૂપિયા ચૂકવવા પડશે.
ટોલ પ્લાઝા પર નહીં રહેવું પડે લાઈનમાં
આ યોજના અંગેનો પ્રસ્તાવ માર્ગ પરિવહન મંત્રાલય પાસે અંતિમ તબક્કામાં છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ખાનગી કાર માટે પ્રતિ કિલોમીટર ટોલ રેટ ઘટાડવા માટે આ સૂચન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ યોજના લાગુ થયા બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા લાખો મુસાફરોને સીધો લાભ મળશે. અહીં તેઓ ટોલ ટેક્સ બચાવી શકશે અને ટોલ પ્લાઝા પરની ભીડ પણ ઓછી થશે.
કેવી રીતે કરશે કામ
આ વાર્ષિક અથવા લાઈફટાઈમ ટોલ પાસ માટે કોઈ નવું કાર્ડ ખરીદવાની જરૂર રહેશે નહીં. FASTag દ્વારા જ પાસ એક્ટિવેટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં માસિક ટોલ પાસની સુવિધા છે.
Trending Photos