અમદાવાદની નજીક આવેલુ આ સ્થળ ફોટોગ્રાફી માટે બેસ્ટ, જુઓ તસવીરો
અમદાવાદથી લગભગ 25 કિલોમીટરના અંતરે ગાંધીનગરમાં ગીફ્ટ સીટીની બાજુમાં આવેલુ અરણ્ય ઉદ્યાન લોકોમાટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
ગાંધીનગર: અમદાવાદથી લગભગ 25 કિલોમીટરના અંતરે ગાંધીનગરમાં ગીફ્ટ સીટીની બાજુમાં આવેલુ અરણ્ય ઉદ્યાન લોકોમાટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ ઉદ્યાનમાં ટેન્ટમાં નાઇટ આઉટ કરવાથી લઇને બટરફ્લાઇ પાર્ક તથા એક સુંદર તળાવ જેવી તમામ વસ્તુઓ તેની સુંદરતામાં વધારો કરી રહી છે. સવારે સૂર્યની પહેલો પ્રકાશ તળાવ પર પડતાની સાથે જ આ ઉદ્યાનમાં આવેલુ તળાવ એકદમ સુંદર રૂપ ધારણ કરી લે છે. આ સ્થળ અત્યારે યંગસ્ટર માટે ફોટોગ્રાફી કરવા માટેનું હોટસ્પોટ બની ગયું છે. અહિં મોટી સંખ્યામાં યુવાનો આવીને ફોટોગ્રાફી કરે છે.
સુદર દ્રશ્યો જોવા લોકો દૂર દૂરથી આવે છે
તસવીરોમાં જોવા મળચતા સુંદર દ્રશ્યોની ફોટોગ્રાફી કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. મોટી સંખ્યામાં ફોટોગ્રાફર પ્રેમી આ સંખ્યાની મુલાકાત લે છે.
હવે ગીરના સવાજ અહિં જોવા મળશે
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસર ગાંધીનગરના આ વિસ્તારમાં સફારી પાર્ક બનાવામાં આવશે. ગીરના સાવજોના દર્શન હવે ગાંધીનગરમાં કરી શકાશે.
અરણ્ય ઉદ્યાનમાં નીલ ગાય બની આકર્ષણ
ગાંધીનગરમાં આવેલા અરણ્ય ઉદ્યાનમાં મોટી સંખ્યામાં નીલ ગાયો વસવાટ કરી રહી છે. અહિ કુદરતી પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. માટે અહિ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરનારા લોકો પણ મોટી સંખ્યામાં આવે છે.
આ સ્થળ પર થશે શાંતિનો અહેસાસ
શાંતિનો અનુભવ કરવા માટે અને કુદરતના સૌદર્યને નિહાળવા માટે આ સ્થળ ગાંધીનગરમાં અને અમદાવાદમાં વસતા લોકો માટે બેસ્ટ સાબિત થઇ રહ્યું છે.
Trending Photos