Surya Gochar 2024: 15 ડિસેમ્બરથી બદલશે મિથુન સહિત 3 રાશિઓનું ભાગ્ય, સૂર્ય ધન રાશિમાં કરશે પ્રવેશ

Surya Gochar 2024: 15 ડિસેમ્બર અને રવિવારથી સૂર્ય ગ્રહ ધન રાશિમાં ગોચર કરશે. આ સાથે જ ખરમાસની શરુઆત થઈ જશે. 15 ડિસેમ્બરે રાત્રે 9.56 મિનિટે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી 3 રાશિના લોકોને ફાયદો જ ફાયદો થશે. 

મિથુન રાશિ

1/4
image

મિથુન રાશિ માટે સૂર્ય ગોચર ઉત્તમ રહેશે. સામાજિક કાર્યોમાં ખાસ રુચિ વધશે. શરુઆતમાં આર્થિક તંગી રહી શકે છે. પરંતુ ત્યારબાદ સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું થશે. મનમાં એક અલગ જ ખુશી રહેશે. સંબંધમાં સુધારો આવશે. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. થોડી મહેનત કરવી પડશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે.   

સિંહ રાશિ

2/4
image

સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ સિંહ રાશિ માટે લાભકારી રહેશે. ઘર અને પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. આત્મવિશ્વાસ પહેલા કરતા વધશે. કોર્ટ-કચેરીના કામમાં બાધા દુર થશે. વેપારમાં નફો વધશે. યાત્રા ફળદાયી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

વૃશ્ચિક રાશિ

3/4
image

વૃશ્ચિક રાશિ માટે પણ સૂર્ય લાભકારી છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ આ રાશિ માટે ઉત્તમ છે. જીવનની સમસ્યાઓ દુર થશે. બિઝનેસમાં નફો થશે. વેપારમાં ઉન્નતિના યોગ છે. સફળતા મળશે.

4/4
image