આટલા આલિશાન ઘરમાં રહે છે બોલીવુડની આ અભિનેત્રી, જુઓ સુંદર PHOTOS

સોનમ કપૂર (Sonam Kapoor) એ પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આનંદ આહુજાના ઘરની કેટલીક તસવીરો શેર કરી છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) અને તેમના પતિ આનંદ આહુજા (Anand Ahuja) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ સોનમ કપૂર અને આનંદ આહુજાએ પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવી. આ બંનેએ આઠ મે વર્ષ 2018ના રોજ લગ્ન કર્યા હતા. તે મોટાભાગે ફેન્સ માટે ફોટા અને વીડિયો પણ શેર કરતી રહે છે. સોનમ કપૂરે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આનંદ આહુજાના ઘરના ફોટા શેર કર્યા છે. સોનમ કપૂરે પોતાના બેડરૂમના ફોટા શેર કર્યા છે જેમાં તે પતિ આનંદ સાથે બેડ પર બેસેલી જોવા મળી રહી છે. આ ફોટાની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે 'કોરોન્ટાઇનનો સ્નૈપશોટ'. જુઓ તસવીરો...
 

સોનમ કપૂરે શેર કરી બેડરૂમની તસવીરો

1/5
image

સોનમ કપૂર અને આનંદ આહુજાએ 8 મે 2018માં લગ્ન કર્યા હતા. ફોટો સાભાર: તમામ તસવીરો સોનમ કપૂરના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. 

ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા

2/5
image

હાલ સોનમ કપૂર પોતાના પતિ આનંદ આહુજાની સાથે દિલ્હીમાં હાજર છે. ગત માર્ચ તે લંડનથી પરત આવી હતી. ત્યારબાદથી સોનમ કપૂર કોરોન્ટાઇન છે.

સોનમ કપૂરે પોતાના લિવિંગ રૂમના ફોટા શેર કર્યા

3/5
image

આ ઉપરાંત સોનમ કપૂરે પોતાના લિવિંગ રૂમ, રસોડું, સ્ટડી રૂમ અને ગાર્ડનના ફોટા શેર કર્યા છે. 

પતિની સાથે છે સોનમ કપૂર

4/5
image

આ તમામ તસવીરો સાથે પણ સોનમ કપૂરે કેપ્શનમાં લખ્યું, 'કોરોન્ટાઇનનો સ્નૈપશોટ'

યોગા કરતાં જોવા મળ્યા આનંદ આહુજા

5/5
image

ફોટામાં આનંદ આહુજા ક્યાંક યોગ કરતાં તો ક્યાં અભ્યાસ અને કોમ્યુટર ચલાવતાં જોવા મળ્યા છે.