જો તમારા ઘરમાં વારંવાર સાપ ઘૂસી જતા હોય તો દીવાલ પર લખો આ શક્તિશાળી શબ્દ, ફરી નહીં આવે!

શું તમારા ઘરમાં અવારનવાર સાપ આવી જાય છે? જો હા તો તમે આ ઉપાય અજમાવી શકો છો. આમ કરવાથી શક્ય છે કે  તમારા ઘરમાં સાપ આવવાનું બંધ કરી દે. 

1/6
image

સાપ જોઈને ડર લાગે તે સ્વાભાવિક છે. ગ્રામીણ વિસ્તારોમાં તો સાપ તમારા ઘર, બહારનો વિસ્તાર કે વાહનોમાં ભરાઈ જતા જોવા મળે છે. ગરમી હોય કે શિયાળો પરંતુ સાપ પોતાને સુરક્ષિત રાખવા માટે નાના નાના કાણા, સામાન, ઘાસ, ઝાડી ઝાંખરામાં છૂપાઈ જતા હોય છે. જો તમારા ઘરમાં પણ સાપ વારંવાર આવી જતા હોય તો આ એક એસ્ટ્રોલોજીકલ ઉપાય અજમાવી જુઓ.   

સાપને ભગાડવાનો ઉપાય

2/6
image

આમ તો વરસાદની ઋતુમાં દરોમાં પાણી ભરાઈ જવાથી સાપ બચવા માટે અને અન્ય જગ્યાએ છૂપાઈ જવા માટે જગ્યાની શોધ કરવા લાગે છે. જેમના ઘર નદી, તળાવ, જંગલ, પહાડી વિસ્તારોમાં હોય છે ત્યાં સાપ આવવાનું જોખમ વધુ હોય છે. આવામાં તમારા પણ ઘરની આસપાસ કે ઘરમાં જો વારંવાર સાપ આતા હોય તો આ એક ઉપાય જરૂર ચેક કરી જુઓ. 

3/6
image

સ્પિરિચ્યુઅલ લીડર ડો. શિવમ સાધકજી મહારાજી  પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જાણકારી આપી છે કે કેવી રીતે સાપને ઘરમાં આવતા રોકી શકાય. જો ઠંડીની ઋતુમાં પણ વારંવાર સાપ તમારા ઘરમં આવતા હોય, દીવાલો, કાણાં, જૂતા, બેગ વગેરે સામાનમાં છૂપાઈને બેસી જતા હોય અને તમને ખબર જાણ પણ ન હોય. જો તમે સાપને ભગાડી શકતા ન હોય તો આ માહિતી અજમાવી જોજો. બની શકે કે તમારી સમસ્યાનો અંત આવી શકે. 

4/6
image

તમે તમારા ઘરની દીવાલ પર ‘तुम्हें आस्तिक मुनि की कसम’ (તને આસ્તિક મુનિની કસમ) આ શબ્દો લખાવી જુઓ. આમ લખવાથી સાપ તમારા ઘરમાં આવતા અટકી શકે. 

5/6
image

ડો. શિવમ સાધકજી મહારાજના જણાવ્યાં મુજબ પ્રાચીન કાળમાં એક યજ્ઞ દરમિયાન આસ્તિક મુનિએ સર્પોના આખા શરીરમાંથી વિષ કાઢીને તેમના જ મોઢામાં ભરી દીધુ હતું. ત્યારબાદથી જ સાપોને આસ્તિક મુનિના નામથી જ ખુબ ડર લાગે છે. આવામાં જો તમે આસ્તિક મુનિની સોગંધ આપશો અને તમારા ઘરની દિવાલ પર આ શબ્દો લખાવશો તો ચોક્કસપણે તમારા ઘરમાં સાપોનું આવવું બિલકુલ બંધ થઈ શકે છે. 

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.