શનિના મહાગોચરની સાથે જ 57 વર્ષ બાદ બનશે અત્યંત દુર્લભ સંયોગ, મિથુન સહિત આ 3 રાશિવાળા ધનના ઢગલે બિરાજશે! પદ-પ્રતિષ્ઠા મળશે
વૈદિક જ્યોતિષ મુજબ મીન રાશિમાં ગ્રહોનો દુર્લભ સંયોગ બનશે. 57 વર્ષ બાદ એક સાથે છ ગ્રહો મીન રાશિમાં ભેગા થશે. છ ગ્રહોના સંયોગથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિવાળાને ભરપૂર માન સન્માન અને પદની પ્રાપ્તિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અન્ય ગ્રહો સાથે સંયોગ બનાવે છે જેનો પ્રભાવ મનુષ્ય જીવન અને દેશ દુનિયા પર જોવા મળશે. અત્રે જણાવવાનું કે 6 ગ્રહો મીન રાશિમાં એક સાથે સંયોગ બનાવશે. કારણ કે રાહુ અને શુક્ર માર્ચમાં પહેલેથી જ મીન રાશિમાં હશે. જ્યારે શનિ પણ 29 માર્ચના રોજ આ રાશિમાં પ્રવેશ કરશે. ફેબ્રુઆરીમાં બુધ પણ મીન રાશિમાં ગોચર કરશે. 14 માર્ચથી સૂર્ય પણ આ રાશિમાં હશે. 28 માર્ચના રોજ ચંદ્રમાં પણ આ રાશિમાં પ્રવેશ કરશે અને આ રીતે 29 માર્ચના રોજ મીન રાશિમાં એક સાથે 6 ગ્રહો ભેગા થશે. ગ્રહોનો આ સંયોગ કોને ફાયદો કરાવશે તે ખાસ જાણો.
કુંભ રાશિ
છ ગ્રહોનો સંયોગ કુંભ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર થવા જઈ રહ્યો છે. આથી આ સમય તમને સમયાંતરે આકસ્મિક લાભ કરાવી શકે છે. આ સાથે જ તમારી રચનાત્મકતા અને નિર્ણય લેવાની ક્ષમતા કાર્યક્ષેત્રે સફળતા અપાવશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ થવાથી પદોન્નતિના યોગ છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે યોગ્ય સમય છે. જેમાં સફળતા મળશે. વેપારીઓને ઉધાર ધન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે 6 ગ્રહોનો સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ત્રીજા ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ આ સમય કરિયરમાં ઝડપથી પ્રગતિ કરાવનાર રહેશે. કાર્યક્ષેત્રે નવી તકો અને પ્રોજેક્ટ્સ મળી શકે છે. જે લાંબા સમય સુધી લાભકારી રહેશે. નોકરીયાત લોકોને પ્રમોશન કે પગાર વધારો અપેક્ષિત છે. જો તમારું કામકાજ વિદેશ સાથે જોડાયેલું હશે તો તમને સારો લાભ થઈ શકે છે. તમને ભાઈ બહેનોનો સહયોગ મળી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે છ ગ્રહોનો સંયોગ અનુકૂળ સિદધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી કર્મના ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમને કામકાજમાં પ્રગતિ મળી શકે છે. આ સાથે જ કાર્યસ્થળ પર તમારી મહેનત અને પ્રતિભાને બીરદાવવામાં આવશે. પ્રમોશન અને નવી જવાબદારીઓના યોગ છે. નોકરીયાતોને નવી તકો મળી શકે છે. જે લાભકારી સિદ્ધ થઈ શકે. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર કરવાનું વિચારી શકો છો. તમારા પિતા સાથે સંબંધ મજબૂત થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos