2 ઓક્ટોબરથી શરૂ થશે આ જાતકોના અચ્છે દિન, મા લક્ષ્મીની કૃપાથી થશે ધનલાભ

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. 2 ઓક્ટોબરે શુક્ર દેવ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. 

શુક્ર ગોચર

1/5
image

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. જ્યોતિષમાં શુક્રને ભૌતિક સુખ, લગ્ન સુખ, મોજ-મસ્તી, પ્રતિષ્ઠા, કલા, પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ, કામ-વાસના અને ફેશન-ડિઝાઇનિંગને કારક ગ્રહ છે. શુક્ર, વૃષભ અને તુલા રાશિનો સ્વામી હોય છે અને મીન તેની ઉચ્ચ રાશિ છે, જ્યારે કન્યા તેની નીચ રાશિ છે. શુક્રના શુભ થવા પર મા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. 2 ઓક્ટોબરે શુક્ર દેવ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. આવો જાણીએ શુક્રના રાશિ પરિવર્તન કરવાથી ક્યા જાતકોને મહાલાભ થશે. 

મેષ રાશિ

2/5
image

આત્મવિશ્વાસમાં વધારો થશે. માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. દામ્પત્ય સુખમાં વધારો થશે. કોઈ મિત્રના સહયોગથી રોજગારની તક મળી શકે છે. આવકમાં વધારો થશે. પરિવારની જવાબદારી વધી શકે છે. પરિવારમાં માન-સન્માન વધશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. 

મિથુન રાશિ

3/5
image

આત્મવિશ્વાસમાં વધારો થશે. કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. સંતાન સુખમાં વધારો થશે. ઉચ્ચ શિક્ષણ તથા રિસર્ચ વગેરે કાર્યો માટે વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. સ્થાન પરિવર્તન પણ સંભવ છે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. માતા તથા પરિવારના કોઈ વૃદ્ધ મહિલાથી ધનની પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. 

સિંહ રાશિ

4/5
image

ભવન સુખનો વિસ્તાર થશે. માતા-પિતાનો સહયોગ મળશે. અભ્યાસમાં રૂચિ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. સંતાન સુખમાં વધારો થશે. નોકરીમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. ધરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો યોગ પણ બની રહ્યો છે. 

ધન રાશિ

5/5
image

મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. રિચર્ચ વગેરે માટે કોઈ બીજા સ્થાને જવુ પડી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિનો માર્ગ ખુલશે. આવકમાં વધારો થશે. મિત્રોનો સહયોગ મળશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે વધુ જાણકારી માટે આ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)