Shukra Gochar 2024: શુક્ર ગ્રહે કર્યો શનિની રાશિમાં પ્રવેશ, 3 રાશિઓને હવે જલસા, ધન, પ્રેમ અને સફળતા બધું જ એકસાથે મળશે
Shukra Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું અલગ મહત્વ છે. ગ્રહોની બદલતી ચાલના કારણે લોકોને પણ શુભ અશુભ સમયનો સામનો કરવો પડે છે. કોઈપણ ગ્રહ અશુભ ફળ નથી આપતા. પરંતુ ઘણી વખત ગ્રહોની સ્થિતિ એવી સર્જાય છે જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે ગ્રહ અનુકૂળ સ્થિતિમાં ગોચર કરે છે ત્યારે લાભ પણ બમણો કરાવે છે.
શુક્ર ગ્રહ
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના પ્રભાવથી જ વ્યક્તિને જીવનમાં ભૌતિક સુખ, પ્રેમ, સફળતા અને સમૃદ્ધિ મળે છે. શુક્ર ગ્રહ 28 ડિસેમ્બરે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે.
કુંભ રાશિમાં શનિ અને શુક્ર
કુંભ રાશિ શનિની રાશિ છે અને આ રાશિમાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. એટલે કે કુંભ રાશિમાં શનિ અને શુક્ર એક સાથે ગોચર કરશે. શનિ અને શુક્ર એકબીજાના અનુકૂળ ગ્રહ છે. તેથી કુંભ રાશિમાં તેમની યુતિ ત્રણ રાશીના લોકોને ફાયદો કરાવશે.
મેષ રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મેષ રાશિના આવક અને લાભના સ્થાનમાં થયું છે. આ સમય દરમિયાન આવકમાં વૃદ્ધિ થશે અને નોકરી કરતા લોકોનો સારો સમય આવશે. કાર્યસ્થળ પર પદ મોટું થઈ શકે છે. વ્યવસાય કરતા લોકોને મોટા ઓર્ડર મળી શકે છે. જે કામ અટકેલા હતા તે પૂરા થશે. શેર માર્કેટ કે લોટરીથી લાભ થવાની સંભાવના.
વૃષભ રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રનું પરિવર્તન કર્મ સ્થાનમાં થયું છે જે નોકરી શોધતા લોકો માટે શુભ છે. પારિવારિક સ્તર પર સમસ્યાઓ હશે તો તે દૂર થશે. લગ્ન સંબંધિત બાબતોમાં આવેલી સમસ્યાઓ દૂર થશે. સમાજમાં માન-સન્માન વધશે. અચાનક ધન લાભ પણ થઈ શકે છે.
મિથુન રાશિ
આ રાશિના લોકો માટે પણ શુક્રની સ્થિતિ લાભકારી રહેશે. શુક્રનું ગોચર ભાગ્ય ભાવમાં થયું છે જેના કારણે ભાગ્યનો સાથ મળશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. દાન પુણ્ય જેવા શુભ કાર્ય થઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય શુભ.
Trending Photos