વર્ષો બાદ 2025માં સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો અદ્ભુત સંયોગ, આ 3 રાશિઓની ચમકી જશે કિસ્મત!
Shani Gochar Surya Grahan Sanyog 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં શનિ-ગોચર અને સૂર્ય ગ્રહણનું એક જ દિવસે અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે. શનિ ગોચર અને સૂર્ય ગ્રહણનો આ ખાસ સંયોગ વર્ષો બાદ બનવા જઈ રહ્યો છે જે ત્રણ રાશિઓના જાતકો માટે લકી છે.
સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો સંયોગ
વર્ષ 2025માં જે દિવસે શનિ દેવ મીન રાશિમાં ગોચર કરશે તે જ દિવસે આંશિક સૂર્ય ગ્રહણ થશે. આવી સ્થિતિમાં આવનારા વર્ષમાં એક જ દિવસે સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનું એક જ દિવસે બનનાર દુર્લભ સંયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવી રહ્યો છે. જાણો, શનિ ગોચર અને સૂર્ય ગ્રહણના દુર્લભ સંયોગથી કયા લોકોનું ભાગ્ય ચમકશે.
શનિ બદલશે ચાલ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025 ગ્રહ અને નક્ષત્રોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આવનારા નવા વર્ષમાં લગભગ તમામ ગ્રહો અને નક્ષત્રો પોત-પોતાની ચાલમાં બદલાવ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો-નક્ષત્રોની ચાલનું વિશેષ મહત્વ છે. જ્યોતિષીય ગણતરી મુજબ વર્ષ 2025ના માર્ચ મહિનામાં શનિ દેવ પોતાની ચાલ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં બનનાર સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો ખાસ સંયોગ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને લાભદાયક છે. નવા વર્ષમાં વેપાર કરનારાઓને અચાનક ઘન લાભ થશે. યુવાનો અને વિદ્યાર્થીઓની મહેનતનું અનુકૂળ ફળ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. નવા વર્ષમાં કિસ્મતનો પૂરે-પૂરો સાથ મળશે. કાર્યસ્થળ પર પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળી શકે છે.
ધન રાશિ
વર્ષ 2025માં શનિ ગોચર અને સૂર્ય ગ્રહણનો અદ્ભુત સંયોગ ધન રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક બદલાવ લઈને આવશે. નોકરી કરનારા લોકોને કાર્યસ્થળમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જેનાથી તેમને નવી વસ્તુઓ શીખવાની તક મળશે. આ સમય કાર્યસ્થળ પર તમારુ માન-સન્માન પણ વધશે. જો તમે વેપારને વિસ્તારવા માંગો છો, તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. તમારુ સ્વાસ્થ્ય પણ આ સમયગાળા દરમિયાન સારું રહેશે. લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે.
મકર રાશિ
નવા વર્ષમાં બનવા જઈ રહેલ સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો ખાસ સંયોગ મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળ આપનાર હશે. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓમાં સમાધાન થશે. નવા વર્ષમાં જૂના રોકાણથી ધન લાભની સંભાવના છે. નોકરી કરનારા જાતકોને નવી વસ્તુ શીખવાનો મોકો મળશે અને તેમના પ્રમોશનનો પણ મજબૂત યોગ બની રહ્યો છે. આ ઉપરાંત તમને આકસ્મિક ધન લાભની પણ તક મળી શકે છે. વેપાર કરનારોઓને બિઝનેસમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળશે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos