હોળી બાદ શનિ ચાંદીના પાયે ચાલીને 3 રાશિવાળાને બનાવશે કરોડપતિ! લક્ઝરી લાઈફ જીવશો, ધનથી તિજોરીઓ છલકાશે
ન્યાયના દેવતા શનિ માર્ચ મહિનામાં મીન રાશિમાં પ્રવેશ કરીને આ ત્રણ રાશિઓને ચાંદીના પાયે પ્રવેશી અઢળક ફાયદો કરાવશે. આવામાં આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. આ ગ્રહોમાં શનિ સૌથી વધુ શક્તિશાળી ગ્રહ મનાય છે. શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે જેની અસર 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ પ્રકારે પડે છે. આ સાથે જ શનિના રાશિ પરિવર્તન કરવાની સાથે 12 રાશિઓ પર તેઓ સોના, ચાંદી અને તાંબાના કે લોઢાના પાયે ચાલીને પ્રવેશ કરે છે. અત્રે જણાવવાનું કે 29 માર્ચના રોજ ન્યાયના દેવતા શનિ ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુની રાશિ મીનમાં જવાથી કેટલીક રાશિઓને બંપર લાભ થઈ શકે છે. શનિ કેટલી રાશિઓમાં ચાંદીના પાયે પ્રવેશ કરશે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે. શનિના ચાંદીના પાયે પ્રવેશ કરવાથી કઈ રાશિઓ લકી રહેશે તે જાણો. વૈદિક પંચાંગ મુજબ કર્મફળના દાતા 29 માર્ચના રોજ રાતે 11.01 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. અત્રે જણાવવાનું કે જે રાશિમાં શનિ 2, 5, અને 9માં ભાવમાં પ્રવેશ કરે તો તે ચાંદીના પાયે પ્રવેશ કરે છે. આ ભાવોના આધારે આ ત્રણ રાશિઓને બંપર લાભ થઈ શકે છે.
કર્ક રાશિ
ચંદ્રમાની રાશિ કર્કમાં પણ ન્યાયના દેવતા શનિ ચાંદીના પાયે ચાલીને પ્રવેશ કરશે. મીન રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ભાગ્ય ભાવમાં બિરાજમાન થશે. ભાગ્ય ભાવમાં રહેવાના કારણે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. તમારા જીવનમાં ચાલી રહેલા પડકારો સમાપ્ત થઈ શકે છે. આ સાથે જ નોકરી અને બિઝનેસમાં પણ ખુબ લાભ મળી શકે છે. તમારા દ્વારા કરાયેલી મહેનતનું ફળ હવે તમને મળી શકે છે. શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને માનસિક અને શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે. આ સાથે જ તમારા કામને જોતા બોસ કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. આ ઉપરાંત જે જાતકો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમને પણ સફળતા મળી શકે છે. હાઈ એજ્યુકેશન માટે વિદેશ જવાની તક મળી શકે છે. બિઝનેસમાં નફાના યોગ છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શનિનું ગુરુની રાશિ મીનમાં જવું ખુશીઓ લઈને આવી શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. નોકરીયાત જાતકો પર શનિદેવની કૃપા રહેશે. જેનાથી ખુબ લાભ થઈ શકે છે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનું માન રાશિમાં જવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં શનિ પાંચમા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમે તમારા પર વધુ ધ્યાન આપશો. જેનાથી તમે સ્વયંને બદલવાની કોશિશ કરશો. નોકરીયાતોને જોબમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થશે. આ સાથે જ તમને પ્રગતિ સાથે પગારમાં વધારો જોવા મળી શકે છે. વાહન, સંપત્તિ, કાર વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos