30 વર્ષ બાદ મૂળ ત્રિકોણ રાશિમાં શનિ થશે માર્ગી, આ જાતકોને મળશે અવિશ્વસનીય લાભ, દરેક કામમાં મળશે સફળતા
શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
શનિ માર્ગી
Shani Margi 2024: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય બાદ ગોચર કરી વક્રી અને માર્ગી થતા રહે છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કર્મફળ દાતા અને ન્યાય પ્રદાતા શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. શનિ દેવે 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તેવામાં શનિદેવના માર્ગી થવાનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. તો 3 રાશિઓ એવી છે જેને શનિદેવની વિશેષ કૃપા મળશે. આ સમયે તે જાતકોની મનોકામના પૂર્ણ થઈ શકે છે. સાથે અચાનક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
મેષ રાશિ
તમારા લોકો માટે શનિ દેવનું માર્ગી થવુ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર માર્ગી થયા છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે શનિદેવના શુભ પ્રભાવથી નોકરી શોધી રહેલા લોકોને નવી જોબ મળી શકે છે. કરિયરમાં પ્રગતિનો સંયોગ બનશે. નોકરી કરનાર લોકો પોતાના કરિયરનું વર્તુળ વધારવામાં સફળ થશે અને વેપાર કરનારને ઉચ્ચ લાભ મળવાની સંભાવના છે. આ સમયે કોઈ મોટી વ્યાવસાયિક ડીલ થઈ શકે છે. જેનાથી સારો લાભ થઈ શકે છે.
વૃષભ રાશિ
તમારા લોકો માટે શનિ દેવની સીધી ચાલ લાભદાયક રહેશે. કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મ ભાવ પર સીધી ચાલ ચાલવાના છે. તેથી આ સમયે કામ-ધંધામાં તમારી પ્રગતિ થઈ શકે છે. તો શનિદેવના માર્ગી થવાથી ભગવાન પર તમારો વિશ્વાસ મજબૂત થશે અને કોઈ આધ્યામિક યાત્રા પર જવાથી માનસિક શાંતિ મળશે. વેપારીઓને સારો ધનલાભ થશે. આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. નોકરી કરનાર જાતકોને નવી જવાબદારી મળી શકે છે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
મકર રાશિ
શનિ દેવના માર્ગી થવા પર મકર રાશિના જાતકો માટે સમય અનુકૂળ રહેશે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી સ્થાન પર માર્ગી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમય દરમિયાન તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે તમને પરિવારનો સપોર્ટ મળશે અને ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે. આ દરમિયાન નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. તો નોકરી કરનાર જાતક આ સમયમાં પોતાના કામકાજથી વધાને પ્રભાવિત કરશે અને નવી નોકરીની તક મળશે, જેમાં પગારમાં પણ વધારો થશે. આ સાથે વેપારીઓને ઉધાર ધન મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos