માર્ચ 2025 બાદ શનિની ઢૈય્યામાંથી મુક્ત થશે આ 2 રાશિઓ, એવું રાતોરાત ભાગ્ય ચમકશે...ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે!

શનિની ઢૈય્યા, અઢી વર્ષનો સમયગાળો હોય છે. જ્યારે શનિ કોઈ રાશિમાં ચોથા અને આઠમા ભાવે હોય છે ત્યારે તેને શનિની ઢૈય્યા ગણવામાં આવે છે. માર્ચમાં શનિના ગોચરની સાથે જ 2 રાશિ ઢૈય્યામાંથી મુક્ત થશે. જાણો તે લકી રાશિઓ વિશે....
 

1/4
image

હાલના સમયમાં 2 રાશિના લોકો શનિની ઢૈય્યાની ચપેટમાં છે. પરંતુ 29 માર્ચે શનિનું કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર થયા બાદ તેમને શનિમાંથી મુક્તિ મળી જશે. શનિની ઢૈય્યા દરમિયાન અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. ખાસ કરીને સ્વાસ્થ્ય, આર્થિક, અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ 2025માં જેવા શનિદેવ 29 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે કે બે રાશિઓનુ ભાગ્ય ચમકી જશે.

કર્ક રાશિ

2/4
image

પહેલી રાશિ છે કર્ક. આ  રાશિના જાતકોને શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે. જેના કારણે તેમના જીવનમાં અનેક સકારાત્મક ફેરફાર આવી શકે છે. કર્ક રાશિના લોકોને કરિયરમાં પ્રગતિની સાથે સાથે સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. તમારો આર્થિક પક્ષ પણ મજબૂત થશે.   

વૃશ્ચિક રાશિ

3/4
image

વૃશ્ચિક રાશિના લોકો પણ આ વર્ષે શનિની ઢૈય્યામાંથી મુક્ત થશે. જેના કારણે તેમને અનેક માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. વેપારમાં નફો થશે, બેંક બેલેન્સ વધશે. અને સપનાનું ઘર પણ ખરીદી શકો છો. આ બે રાશિના લોકો માટે આ વર્ષ સુવર્ણ જેવું સાબિત થઈ શકે છે. 

Disclaimer:

4/4
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.