Best New Car Offers 2021: દિવાળીમાં કાર લેવાનું વિચારી રહ્યાં છો? તો આપના માટે છે આ સ્પેશિયલ ઓફર!

નવી દિલ્હીઃ જો તમે પણ દિવાળી 2021 પર તમારા ઘરે નવી કાર લાવવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે. તહેવારોની સીઝનમાં, ઓટોમોબાઇલ કંપનીઓ ઘણી પ્રકારની ઓફર-સ્કીમ (Best New Car Offers 2021) લોન્ચ કરી રહી છે, પરંતુ જો તમે કાર ફાઇનાન્સ (Car Finance) કરવા માંગતા હો, તો SBIની સ્પેશિયલ કાર લોન ઓફર (SBI Special Car Loan Offer) આપના માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

કાર લોન માટે સ્પેશિયલ ઑફર

1/5
image

દેશની સૌથી મોટી બેંક SBIએ તહેવારોની સિઝનમાં પોસાય તેવા વ્યાજ દરે કાર લોન (Car Loan) રજૂ કરી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કાર લોનમાં રસ ધરાવતા ગ્રાહકોએ YONO APP પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

કયા ગ્રાહકો કઈ સ્કિમમાં અપ્લાય કરી શકે

2/5
image

SBIની આ ઓફરનો લાભ લેવા માટે, ગ્રાહકો YONO APPની મુલાકાત લઈને નિયમિત કાર લોન માટે અરજી કરી શકે છે. હાલના હોમ લોન ગ્રાહકો એસબીઆઈ લોયલ્ટી કાર લોન, હાલની ટર્મ ડિપોઝિટ ગ્રાહક એશ્યોર્ડ કાર લોન અને ઈલેક્ટ્રિક વાહન માટે ગ્રીન કાર લોન મેળવી શકે છે.

 

કેટલું રહેશે વ્યાજ

3/5
image

SBIની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની કાર લોન પર 7.25%થી 7.95%ની રેન્જમાં વ્યાજ ચૂકવવા પાત્ર રહેશે. ઑન રોડ કિંમતના 90% સુધી ફાયનાન્સ કરી શકાય છે, એટલું જ નહીં, ગ્રાહકો લોન ચૂકવવા માટે 3 થી 7 વર્ષ સુધીનો પસંદ કરી શકે છે. જ્યારે પણ લોનની રકમ ઓછી થાય ત્યારે વ્યાજની ગણતરી કરવામાં આવશે.

 

YONOથી લોન અપ્લાય કરવા પર આ ફાયદા

4/5
image

જો તમે YONOથી લોન માટે અરજી કરો છો, તો તમને ઓછા વ્યાજ સાથે ઘણી ખાસ ઓફર પણ મળશે. AUDI Q2, A4 અને A6 માટે લોન લેવા પર રૂ .50,000 સુધીના વધારાના લાભો સાથે મેળવી શકાય છે. મહિન્દ્રા SUV પર 3,000 અને ટોયોટા પર 5,000 રૂપિયા સુધી મળી શકે છે ફાયદા.

 

 

 

પ્રાયોરિટી ડિલિવરીના પણ ફાયદા

5/5
image

જો તમે SBI કાર લોન પર 'પ્રાયોરિટી ડિલિવરી' નો લાભ પણ મેળવી શકો છો. આ લાભ Hyundai અને Kia Carના કેટલાક મોડલ ખરીદવા પર મળશે, એટલે કે, જો તમે SBI પાસેથી લોન લો છો, તો આ કંપનીઓની કાર સૌથી પહેલા તમને પહોંચાડી શકાય છે.