Bhopal: પટૌડી ખાનદાનની 15000 કરોડની સંપત્તિ પર હવે સરકારનો કબજો થઈ જશે? સૈફ અલી ખાન છે અંતિમ નવાબ

ભોપાલમાં પટૌડી પરિવારની જે અંદાજિત 15000 કરોડની સંપત્તિ છે તે હવે સરકારને હસ્તક જઈ શકે છે. સ્ટે હટ્યા બાદ હવે સરકાર નવાબ પરિસરની સંપત્તિને શત્રુ સંપત્તિ અધિનિયમના દાયરામાં લાવીને 2015ના આદેશ હેઠળ પોતાની કસ્ટડીમાં લઈ શકે છે. શું છે આ કેસની વિગતો ખાસ જાણો. 
 

1/5
image

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં પટૌડી પરિવારની 15 હજાર કરોડની સંપત્તિ હવે સરકારના કબજામાં જઈ શકે છે. શત્રુ સંપત્તિ અધિનિયમ હેઠળ આ સંપત્તિ સરકારની થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ભોપાલમાં ઐતિહાસિક રજવાડાઓની સંપત્તિઓ પર 2015થી રોક લાગી હતી. હાઈકોર્ટે પટૌડી પરિવારને Appellate Authority માં પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. પરંતુ પટૌડી પરિવારે આપવામાં આવેલા સમયમાં પોતાનો પક્ષ રજૂ કર્યો નહીં. હવે પરિવાર પાસે આદેશને ડિવિઝન બેન્ચમાં પડકારવાનો વિકલ્પ છે. 

પટૌડી પરિવારની 15 હજાર કરોડની સંપત્તિ પરથી સ્ટે હટ્યો

2/5
image

વાત જાણે એમ છે કે ભોપાલ રજવાડાની ઐતિહાસિક સંપત્તિઓ પર 2015થી ચાલી રહેલા સ્ટેને હવે સમાપ્ત કરી દેવાયો છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટ (જબલપુર)એ શત્રુ સંપત્તિના કેસમાં અભિનેતા સૈફ અલી ખાન, માતા શર્મિલા ટાગોર, બહેન સોહા અલી ખાન અને સબા અલી ખાન તથા પટૌડીની બહેન સબીહા સુલ્તાનને નિર્દેશ આપ્યો છે કે તેઓ શત્રુ સંપત્તિ કેસમાં Appellate Authority સમક્ષ પોતાનો પક્ષ રજુ કરે. કોર્ટના આદેશ બાદ હવે આ કેસનો ઉકેલ આવી ગયો છે અને સ્ટે હટાવી લેવાયો છે. 

પરિવારે પક્ષ રજૂ ન કર્યો

3/5
image

જસ્ટિસ વિવેક અગ્રવાલની સિંગલ બેન્ચે પરિવારને 30 દિવસની અંદર Appellate Authority સમક્ષ પોતાનો પક્ષ રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ પટૌડી પરિવારે નિર્ધારિત સમયમાં પોતાનો પક્ષ રજુ કર્યો નહીં. હવે સમય મર્યાદા વીતી ગઈ છે અને પરિવાર તરફથી કોઈ દાવો કરાયો નથી. હવે પરિવાર પાસે આ આદેશને ડિવિઝન બેન્ચમાં પડકારવાનો એક માત્ર વિકલ્પ રહી ગયો છે. 

શું છે શત્રુ સંપત્તિ અધિનિયમ

4/5
image

શત્રુ સંપત્તિ અધિનિયમ 1068માં બનાવવામાં આવ્યો હતો. જે હેઠળ ભાગલા બાદ પાકિસ્તાન ગયેલા લોકોની ભારતમાં છોડવામાં આવેલી સંપત્તિઓ પર કેન્દ્ર સરકારનો અધિકાર હોય છે. 

શત્રુ સંપત્તિ કાયદા હેઠળ આવે છે આ સંપત્તિ

5/5
image

સ્ટે હટ્યા બાદ હવે સરકાર નવાબ પરિસરની સંપત્તિને શત્રુ સંપત્તિ અધિનિયમના દાયરામાં લાવીને 2015ના આદેશ હેઠળ પોતાની કસ્ટડીમાં લઈ શકે છે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 2015માં એ સ્પષ્ટ કર્યું હતું કે નવાબ હમીદુલ્લાહ ખાનની સંપત્તિના કાયદેસર વારસદાર તેમની મોટી પુત્રી આબિદા હતા જે પાકિસ્તાન જતા રહ્યા હતા. આથી આ સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા હેઠળ આવે છે. જો કે નવાબની બીજી પુત્રી સાજીદા સુલ્તાનના વંશજ ( જેમ કે સૈફ અલી ખાન, અને શર્મિલા ટાગોર) આ સંપત્તિ પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે.