2024માં માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં કરશે સંચરણ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો

વૈદિક જ્યોતિષ અનુસાર રાહુલ ગ્રહ વર્ષ 2024માં મીન રાશિમાં સંચરણ કરશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 

રાહુ ગોચર

1/4
image

Rahu Gochar in Meen: વૈદિક જ્યોતિષમાં રાહુ ગ્રહને માયાવી ગ્રહ માનવામાં આવે છે અને રાહુ ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં લગભગ 15 મહિના બાદ સંચરણ કરે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં રાહુ ગ્રહ મીન રાશિમાં સંચરણ કરશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ એવી રાશિઓ છે, જેને આ સમયે અચાનક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

કુંભ રાશિ

2/4
image

તમારા માટે રાહુ ગ્રહનું મીન રાશિમાં સંચરણ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે એક તો રાહુ ગ્રહ પોતાની રાશિના સ્વામી શનિ દેવના મિત્ર છે. સાથે રાહુ ગ્રહ તમારી રાશિના ધન ભાવ પર સંચરણ કરી રહ્યાં છે અને વર્ષ દરમિયાન ત્યાં રહેશે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે તમારી વાણીનો પ્રભાવ વધશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેના માટે આ સમય શુભ સાબિત થશે.   

તુલા રાશિ

3/4
image

રાહુલ ગ્રહનું મીનમાં સંચરણ તુલા રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી રાશિના છઠ્ઠા ભાવ પર સંચરણ કરશે. તેથી તમને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે. સાથે શત્રુઓ પર વિજય મેળવશો. જો તમે કારોબારી છો તો આ સમયમાં તમને સારો ધનલાભ થઈ શકે છે. આ સાથે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમયે તમે નવુ કામ કરશો તો શુભ રહેશે.

વૃષભ રાશિ

4/4
image

તમારા લોકો માટે રાહુ ગ્રહનું મીન રાશિમાં ભ્રમણ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર સંચરણ કરશે. તેથી આ સમયમાં તમારી આવકમાં મોટો વધારો થઈ શકે છે. તમે ઘણા સોર્સથી ધન કમાવામાં સફળ રહેશો. તો આ દરમિયાન તમે નોકરી બદલવા ઈચ્છો છો તો સફળ રહી શકો છો. સાથે તમને રોકાણથી લાભ થઈ શકે છે. આ દરમિયાન તમે બજાર, સટ્ટા અને લોટરીથી ધન કમાવામાં સફળ થશો.