ફેબ્રુઆરીમાં બનશે મિત્ર ગ્રહ રાહુ અને બુધનો સંયોગ, આ જાતકોના સિતારા ચમકશે, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગ

Rahu Budh Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ અને રાહુની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.

રાહુ બુધ યુતિ

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર ગોચર કરી પોતાના શત્રુ અને મિત્ર ગ્રહોની સાથે યુતિનું નિર્માણ કરે છે. તમને જણાવી દઈએ કે રાહુ ગ્રહ અત્યારે મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. સાથે 27 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં ગોચર કરશે. જેનાથી મીન રાશિમાં રાહુ અને બુધની યુતિનું નિર્માણ થશે. તેવામાં કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે આ લોકોને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

મીન રાશિ

2/5
image

રાહુ અને બુધની યુતિ મીન રાશિા જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહી છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સાથે આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. તો પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. જીવનસાથી સાથે તાલમેલ વધશે અને પ્રેમ સંબંધ મજબૂત થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ છે. સાથે તમને ભાગીદારીમાં કામમાં લાભ થઈ શકે છે.

મિથુન રાશિ

3/5
image

તમારા લોકો માટે રાહુ અને બુધનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન કામ-ધંધામાં પ્રગતિ થશે. સાથે વેપારમાં લાભ થશે અને રોકાણ કરશો તો ફાયદો થશે. કામમાં તમને સફળતા મળશે. નવી નોકરીની તક મળી શકે છે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પ્રદર્શન કરશે. આ દરમિયાન નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. આ સમય દરમિયાન પિતા સાથે તમારા સંબંધ મજબૂત થશે.

વૃષભ રાશિ

4/5
image

તમારા લોકો માટે માયાવી ગ્રહ રાહુ અને ગ્રહોના રાજકુમાર બુધની યુતિ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીથી 11મા ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ સમયે તમારી આવકમાં વધારાનો યોગ બની રહ્યો છે. સાથે તમે પહેલાથી જે રોકાણ કર્યું છે તેનું ફળ મળી શકે છે. આ દરમિયાન તમે સારી બચત કરશો. આ દરમિયાન વેપારીઓ કોઈ મોટી ડીલ કરી શકે છે, જે શુભ સાબિત થશે. આ દરમિયાન તમને શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે. આ દરમિયાન સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.