30 વર્ષ બાદ શનિ અને રાહુની થશે યુતિ, 2025માં આ 3 રાશિવાળા સિદ્ધિના શિખરો સર કરશે, બંપર આકસ્મિક લાભ, નવી નોકરીના યોગ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025 ખુબ મહત્વનું રહેવાનું છે. કારણ કે આ વર્ષે અનેક મોટા ગ્રહ અને નક્ષત્ર રાશિ પરિવર્તન કરવાના છે. જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે અવશ્ય પડી શકે છે. નવા વર્ષમાં શનિ રાશિ પરિવર્તન કરશે. શનિ 29 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ રાહુ ગ્રહ બિરાજમાન છે. આવામાં બે મિત્ર ગ્રહ એટલે કે રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. ત્યારે કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે.
વૈદિક પંચાંગ મુજબ શનિ ગ્રહ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે જયાં પહેલેછી જ રાહુ ગ્રહ બિરાજમાન છે.શનિઅને રાહુની આ યુતિ કઈ કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે તે ખાસ જાણો.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિ અને રાહુની યુતિ લાભકારી નિવડી શકે છે. આ રાશિના દ્વાદશ ભાવમાં બંને ગ્રહોની યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. આ સાથે જ વિદેશમાં નોકરી કરવાનું સપનું પણ પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારની વાત કરીએ તો વિદેશમાં કારોબાર વધી શકે છે. વિદેશોના માધ્યમથી તમને સારો એવો લાભ થઈ શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિમાં એકાદશ ભાવમાં રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં સફળતા મળવાના યોગ છે. કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ લાભ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ બની શકે છે. આવામાં તમે તમારા લક્ષ્યને મેળવવામાં સફળ થઈ શકો છો. તમારા કામ અને મહેનતના દમ પર પદોન્નતિની સાથે પગારમાં વધારો પણ થઈ શકે છે. તમારી લાંબા સમયથી કોઈ અટકેલી ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપારમાં પણ સફળતાના યોગ બની રહ્યા છે અને લાંબી મુસાફરી કરી શકો છો. તેનાથી તમને ચોક્કસ લાભ થઈ શકે છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. કામ પૂરા થશે.
તુલા રાશિ
તુલા રાશિના છઠ્ઠા ભાવમાં રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકો માટે નવું વર્ષ સારું રહેશે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળથાની સાથે વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ રહી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. લાંબા સમયથી જે બીમારીઓ હેરાન કરતી હશે તેમાંથી મુક્તિ મળી શકે છે. કૌટુંબિક મામલા, પ્રોપર્ટી સંલગ્ન કેસોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. જીવનમાં ખુશીઓ દસ્તક આપશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos