Pics : આ સ્ટાઈલમાં આવતીકાલે Propose કરશો તો તમારે ‘એ...’ ક્યારેય ના પાડી જ નહિ શકે

હાલ વિવિધ ડે સેલિબ્રેટ કરવાની મોસમ ચાલી રહી છે. ગઈકાલે રોઝ ડે હતો, જેમાં અનેક લોકોએ વિવિધ પ્રકારના લોકોને વિવિધ પ્રકારના રોઝ આપ્યા. અને આજે શનિવારે પ્રપોઝ ડે છે. જો તમે આ ખાસ દિવસ પર કોઈને તમારા દિલની ખાસ વાત કહેવાનું વિચારી રહ્યા છો તો મોડું ન કરતા. જીવનસાથી કે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને આ સ્ટાઈલ જરૂર કામ આવશે. 

ઝી મીડિયા/બ્યૂરો :હાલ વિવિધ ડે સેલિબ્રેટ કરવાની મોસમ ચાલી રહી છે. ગઈકાલે રોઝ ડે હતો, જેમાં અનેક લોકોએ વિવિધ પ્રકારના લોકોને વિવિધ પ્રકારના રોઝ આપ્યા. અને આજે શનિવારે પ્રપોઝ ડે છે. જો તમે આ ખાસ દિવસ પર કોઈને તમારા દિલની ખાસ વાત કહેવાનું વિચારી રહ્યા છો તો મોડું ન કરતા. જીવનસાથી કે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને આ સ્ટાઈલ જરૂર કામ આવશે. 

આત્મવિશ્વાસ બનાવી રાખે

1/5
image

કોઈને પણ પ્રપોઝ કરવા જઈ રહ્યા છો, તો સૌથી મહત્વપૂર્ણ છે તમારો આત્મવિશ્વાસ. પ્રપોઝ કરતા પહેલા એવુ ન વિચારો કે જવાબ શુ આવશે. તમારામાં દિલમાં જે ચાલી રહ્યું છે તે સ્પષ્ટ શબ્દોમાં તેના સુધી સુંદર રીતે પહોંચાડો.

ઘૂંટણ પર બેસીને કરો દિલની વાત

2/5
image

જો તેમ કોઈ યુવતીને પોતાના ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરો છો તો તે બહુ જ સ્પેશિયલ ફીલ કરશે. યુવતીને એલુ લાગશે કે, તે તમારા માટે બહુ જ ખાસ છે. દિલની વાત કહેવા માટે સદીઓથી જ આ સ્ટાઈલથી પ્રપોઝ કરવામા આવે છે.

ચહેરા પર સ્માઈલ

3/5
image

જ્યારે તમે તમારા દિલની વાત શેર કરી રહ્યા છો તો ચહેરા પર સ્માઈલ બનાવી રાખો. જો તમે આરામથી ગભરાયા વગર યુવતીની આંખમાં આંખ મેળવીને તમારા ફીલિંગ્સ શેર કરશો તો તે જરૂર હા પાડી દેશે. 

ડિનર ડેટ પર પ્રપોઝ

4/5
image

પ્રપોઝ કરવા માટે તમારે તમારી લેડી લવને ડિનર ડેટ પર લઈ જવી સારુ રહેશે. તેના માટે કેન્ડલ લાઈટ ડિનર બેસ્ટ માનવામાં આવે છે, જ્યાં તમે તમારી પસંદગીના ગીતો વગાડીને ગર્લફ્રેન્ડને સ્પેશિયલ ફીલ કરાવી શકશો.

જૂની યાદો તાજી કરો

5/5
image

જો શક્ય હોય તો પ્રપોઝ ડે પર તમારા પ્રેમને એવી જગ્યાઓ પર લઈ જાઓ, જ્યાં તમે અગાઉ પણ ગયા હોય. ત્યાં તમારી જૂની યાદ ફરીથી તાજી કરો.