PHOTOS:બરફની ચાદરમાં લપેટાયું મનાલી, તસવીરોમાં જુઓ Snowfall નો શાનદાર નજારો
પર્યટન નગરી મનાલીના મૌસમનો નજારો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. સ્નોફોલ માટે પર્યટકો વચ્ચે અલગ સ્થાન રાખનાર મનાલી ફરી એકવાર પ્રવાસીઓ માટે તૈયાર છે.
મનાલી: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના પર્યટન નગરી મનાલી (Manali)માં હિમવર્ષા (Heavy Snowfall) શરૂ થઇ ગઇ છે. બરફની ચાદરમાં લપેટાયેલું મનાલી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઘાટીમાં થયેલી હિમવર્ષા પર્યટન વેપારીઓ, ખેડૂતો અને બાગબાનો માટે ખુશી લઇને આવી છે. અહીંના મૌસમનો નજારો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. સ્નોફોલ માટે પર્યટકો વછે અલગ સ્થાન રાખનાર મનાલી ફરી એકવાર સહેલાણીઓ માટે તૈયાર છે. અહીં તસવીરોમાં જુઓ બરફથી ઢંકાયેલ મનાલીનો શાનદાર નજારો...
પર્યટકો માટે આ જન્નત
મનાલીના રોડ અત્યારે બરફથી ઢંકાયેલ છે. જોકે સ્થાનિક નિવાસીઓને આવાગમનમાં મુશ્કેલી થઇ રહી છે પરંતુ અહીં ફરવા આવેલા લોકો માટે આ જન્નત છે.
પહાડો પર થયેલી તાજી હિમવર્ષા
મનાલી જ્યાં અત્યારે હિમવર્ષા થઇ રહી છે, તો બીજી તરફ હિમવર્ષા જોવા આવેલા પર્યટકો પણ ખૂબ ખુશ છે. પહાડો પર થયેલી તાજી હિમવર્ષાથી મનાલી ફરવા આવેલા પ્રવાસીઓ Tourists)ને મનાલીનો ઠંડો મૌસમ ખૂબ પસંદ આવી રહ્યો છે.
કોરોનાની અસર પર્યટન પર
કોરોના (Corona)ના કારણે પર્યટક (Tourists)હાલ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે પરંતુ અહીંના મૌસમનો નજારો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. મનાલી ફરવા પહોંચેલા પર્યટકોનું કહેવું છે કે તેમણે અહીં આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. મનાલીમાં તાપમાન ભલે માઇનસમાં હોય, પરંતુ તેની ખૂબ મજા માણી રહ્યા છે.
ઉંચા પહાડો પર હિમવર્ષા
મનાલીના ઉંચા પહાડો પર હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં કુલ્લૂ મનાલીમાં શીતલહેર તેજ થઇ ગઇ છે. મનાલીની આ સિઝનમાં લોકોને પોતાની તરફ ખેંચે છે (સાભાર: સંદીપ સિંહ)
Trending Photos