Photo: ઠંડીની સીઝનમાં થઈ કેસર કેરીની આવક, હરાજીમાં 10 હજાર રૂપિયે વેચાયું 1 બોક્સ

સામાન્ય રીતે કેરીનું આગમન ઉનાળામાં થતું હોય છે. લોકો ગરમીની સીઝનમાં કેરીનો રસ ખાતા હોય છે. ગુજરાતમાં કેસર કેરીની ડિમાન્ડ વધુ રહે છે. પરંતુ પોરબંદર જિલ્લામાં શિયાળામાં કેસર કેરી આવતા તેની હરાજી થઈ હતી.
 

1/5
image

ખંભાળા ગામના ખેડૂતના આંબામા કેસર કેરી આવતા પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ફરી એક વખત કેસર કેરીની આવક થઈ હતી.  

2/5
image

 ખોડીયાર ટ્રેડિંગ કંપની ખાતે આજે 10 કિલો કેસર કેરીના 2 બોક્સની આવક થતા 10001 રૂપિયા કીલો ઉંચો ભાવ બોલાયો હતો એમ કુલ 20 કિલો બોક્સના 20010 રૂપિયા ઉંચા ભાવે વેંચાણ થયું હતું.  

3/5
image

પોરબંદરના ખંભાળાના બગીચાની કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. જ્યારે દિલીપ ભાઈ નામના વ્યક્તિએ બે બોક્સ કેરીના 20 હજાર રૂપિયા ચુકવીને ખરીદી કરી હતી.   

4/5
image

પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારના અનેક ગામોમાં કેસર કેરીના આંબાનું મોટી સંખ્યામાં વાવેતર કરવામાં આવેલ છે. ત્યારે આ સિઝનમાં શિયાળની શરૂઆત થતા જ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રીજી વખત કેસર કેરીનું આગમન થતા હરાજી કરવામાં આવી હતી.

5/5
image

ઉલેખ્ખનીય છે કે આ વર્ષે પણ કેરીની સીઝન કરતા 5 મહિના જેટલી વહેલી આવક થઈ રહી છે.