Netflix પર જોઈ રહી હતી ડોક્યુમેન્ટરી, અચાનક બ્રશ પર ટૂથપેસ્ટની જગ્યાએ વાપરી એવી વસ્તુ...

Netflix Documentary: ક્યારેક કેટલાક લોકો ટીવી કે વેબ સિરીઝ જોતા જોતા એટલા મગન થઈ જાય છે કે તેઓ ભૂલથી કઈ પણ કરી બેસે છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે જેના વિશે જાણીને લોકો દંગ રહી ગયા. 

ડેવિડ બેકહમની જોઈ રહી હતી ડોક્યુમેન્ટરી

1/5
image

એક મહિલા નેટફ્લિક્સ પર ડેવિડ બેકહમની ડોક્યુમેન્ટરી જોઈ રહી હતી. અને તેને જોતી વખતે તે ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ. તેણે ભૂલથી ટૂથપેસ્ટની જગ્યાએ પેઈન રિલીફ (દર્દનિવારક) ક્રીમથી પોતાના દાંત સાફ કર્યા. મિયા કિટલ્સન નામની ઓળખાતી આ મહિલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટિકટોક પર આ ઘટના અંગે વિસ્તારથી જણાવ્યું. આ દરમિયાન તે એટલી ડરી ગઈ કે તેને કશું સમજમાં ન આવ્યું. તેણે તેના બોયફ્રેન્ડને ફોન કર્યો અને પૂછ્યું કે આ પોઈઝનને કંટ્રોલ કરવા માટે શું કરવું. 

નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી જોતી વખતે ઘટી ઘટના

2/5
image

ડેઈલી સ્ટારમાં છપાયેલા સમાચાર મુજબ ડીપ હીટ નામની ટ્યૂબ જે એક દર્દનિવારક દવા છે તેને કોલગેટ ટૂથપેસ્ટ સમજી લીધી. તે મહિલાએ દાવો કર્યો કે બંને મને એક જેવા દેખાય છે. જેના કારણે મે આ ભૂલ કરી નાખી. ડીપ હીટ મસાજ કે પછી બોડી હીટ થેરેપીને કામ આવે છે. આ સ્નાયુંઓને આરામ આપવામાં મદદ કરે છે અને તેના યૂઝથી લોકોને સ્નાયુ સંલગ્ન પરેશાનીઓથી છૂટકારો મળે છે. 

વીડિયો પર મળ્યા 10 મિલિયનથી વધુ વ્યૂઝ

3/5
image

રિપોર્ટ મુજબ કિટલસનના વીડિયોને 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કેપ્શનમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી બેકહમ અંગે વાત કરતા તેનું ધ્યાન ભટકી ગયું. 

વારંવાર બચી ગયો જીવ તો લોકોએ શું કહ્યું

4/5
image

પોસ્ટના કમન્ટ સેકશનમાં સોશિયલ મીડિયા યૂઝર્સે ભાત ભાતની પ્રતિક્રિયાઓ આપી. એક યૂઝરે લખ્યું કે તેણે પોઈઝન કંટ્રોલ કરવા માટે કોલ કર્યો, એ તેણે સારું કર્યું. બીજાએ કહ્યું, હું પોઈઝન કંટ્રોલ કરવા માટે ફોન કરવા વિશે વિચારી પણ શકતો નહતો અને બસ એ જોતો રહત કે હું મરીશ કે નહીં. 

યૂઝર્સે આપ્યા કઈક આવા રિએક્શન

5/5
image

કેટલાક યૂઝર્સે એમ પણ કહ્યું કે બંને જ પ્રોડક્ટ્સ એકદમ અલગ છે અને બિલકુલ એકજેવી દેખાતી નથી. તેમની ભૂલના કારણએ આવું બન્યું હશે. એક અન્ય યૂઝરે લખ્યું કે સારું રહેશે કે તમે તે વ્યક્તિ સાથે લગ્ન કરો જે તમારું ધ્યાન રાખી શકે.