અમદાવાદના આ ગાર્ડનમાં ફ્રીમાં નહિ મળે એન્ટ્રી, ચૂકવવા પડશે રૂપિયા, અમિત શાહે કર્યું હતું ઉદઘાટન
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા હવે ગાર્ડનમાંથી આવક ઊભી કરશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિંધુભવન રોડ ઉપર આવેલા ગોટીલા અને મોન્ટેકાર્લો ગાર્ડનમાં સાંજે 5 વાગ્યા બાદ પ્રવેશ ફી ચૂકવવી પડશે, ઓનલાઇન પેમેન્ટ કરીને પણ એન્ટ્રી મળશે.
અત્યાર સુધી તમે ગાર્ડનમાં મફતમાં ફરવા જતા હશો, પરંતુ હવે તે વાત ભૂલી જજો. અમદાવાદમાં આવેલા મોન્ટેકાર્લો ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે હવે નાગરિકોએ ફી ચુકવવી પડશે.
PPP મોડલથી અમદાવાદમાં બનેલા મોન્ટેકાર્લો અને સિંધુ ભવન રોડ પર બનેલા ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે ફી ચુકવવી પડશે. તંત્ર દ્વારા આ બંને ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે ફી નક્કી કરવામાં આવી છે.
અમદાવાદમાં PPP મોડલથી નવા બનેલા મોન્ટેકાર્લો અને સિંધુભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં જવું હોય તો પૈસા ચૂકવવા પડશે...જી હાં આ બંને ગાર્ડનમાં મુલાકાતીઓ માટે સવારે 10થી રાત સુધી વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે વાર્ષિક પાસ લેનારને એક માસનું કન્સેશન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગોટીલા ગાર્ડનમાં વિનામૂલ્યે પ્રવેશ મળતો હતો જો કે હવે 10 રૂપિયા ચૂકવવા પડશે...કોઈપણ સુવિધા આપ્યા વગર જ ગોટિલા ગાર્ડનમાં ફી લેવાનો નિર્ણય કરાયો છે.
સભ્ય પદ ધરાવતા લોકોની ડિજિટલ એન્ટ્રી થાય તે માટે સિસ્ટમ તૈયાર કરાશે...સાથે જિમ્નેશ્યમ અને સ્વિમિંગ પુલમા ખોટા પ્રવેશ મેળવતા લોકોને રોકવા પગલા લેવાામાં આવશે...મહાનગરપાલિકાના આ નિર્ણય સામે નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. ગાર્ડનમાં એન્ટ્રી માટે ફી ન હોવી જોઈએ એવો નાગરિકોનો મત છે.
હવે ગાર્ડનમાં જવા માટે આપવા પડશે પૈસા
અમદાવાદમાં કોર્પોરેશને પીપીડી મોડલ દ્વારા મોન્ટેકાર્લો અને સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન બનાવ્યું છે. આ ગાર્ડનમાં મુલાકાત માટે જતાં લોકોએ હવે 10 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.
તંત્ર દ્વારા આ ગાર્ડનમાં ફી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગાર્ડનમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી પ્રવેશ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી જો નાગરિકો ગાર્ડનની મુલાકાતે જશે તો 10 રૂપિયા ચુકવવા પડશે.
વાર્ષિક પાસની પણ યોજના
મહત્વનું છે કે આ પહેલા ગોટીલા ગાર્ડનમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવતો હતો. હવે તંત્રના નિર્ણય બાદ નાગરિકોએ 10 રૂપિયા ચુકવવા પડશે. કોર્પોરેશન દ્વારા આ માટે વાર્ષિક પાસ યોજના પણ શરૂ કરી છે. જો કોઈ વાર્ષિક પાસ લેશે તો તેને એક મહિનાનું કન્સેશન આપવામાં આવશે.
જે લોકો સભ્ય હશે તે ડિજિટલી એન્ટ્રી કરી શકે તે માટે પણ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જિમ્નેશિયમ અને સ્વિમીંગ પૂલમાં ખોટી રીતે પ્રવેશ કરનાર લોકો સામે પગલાં પણ ભરવામાં આવશે.
તંત્ર દ્વારા ભલે બે ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે નાગરિકો પાસેથી ફી લેવાની શરૂઆત કરવામાં આવી હોય પરંતુ હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આગામી સમયમાં શહેરના અન્ય ગાર્ડનમાં પ્રવેશ કરવા માટે પણ ફી આપવી પડશે.
Trending Photos