સલમાન ખાન ફાયરિંગ કેસ : મુંબઈ પોલીસની મહેનત રંગ લાવી, સુરતની તાપી નદીમાંથી મળ્યો મોટો પુરાવો

Salman Khan House Firing : બોલિવુડ એક્ટર સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસના તપાસના તાર સુરત સુધી લંબાયા છે. ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને 28 કલાકની મહેનત બાદ મોટી સફળતા મળી છે. તાપી નદીમાંથી 24 કલાકમાં 2 પિસ્તોલ અને 4 કારતૂસ અને 1 મોબાઇલ મળ્યો છે. તાપી નદીના અંદરથી મુંબઈ પોલીસના ગોતાખોરોએ આદરેલી શોધખોળમાં બે પિસ્ટન, ચાર મેગેઝીન મળ્યા, જેમાં 17 રાઉન્ડ છે. 

1/7
image

મુંબઈમાં સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગનો મામલે મુંબઈ પોલીસ મુંબઈથી બે મરીન એક્સપર્ટ સ્કૂબ ડાઈવરને લઈને આવી હતી. સુરત પોલીસ અને ફાયર વિભાગના મદદ થી બોટ મેળવી સતત કલાકો સુધી મુંબઈના બે મરીન એક્સપર્ટ ડ્રાઇવર શોધખોળ હાથ ધરાઈ હતી. બે બોટ અને બે મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

2/7
image

મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા. જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ અને ફાયર વિભાગના મદદથી બોટ મેળવી સતત કલાકો સુધી મુંબઈના બે મરીન એક્સપર્ટ ડ્રાઇવર શોધખોળ હાથ ધરી હતી. જેના અંતે તાપી નદીમાં 9 મીટર અંદરથી બંને પિસ્તોલ અને 4 મેગેઝીન મળી આવ્યા છે. 

3/7
image

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓએ ભૂજ જતા પહેલા તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હોવાની પૂછપરછમાં જણાવ્યું હતું. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ માટે સુરતમાં ગઈકાલથી ધામા નાંખ્યા છે.

4/7
image

ઈન્સ્પેક્ટર દયા નાયક અને અધિકારીઓ સતત સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યાં છે. આખરે 28 કલાકની શોધખોળ બાદ તાપી નદીના અડધા કિલોમીટરના રેન્જમાં મુંબઈ પોલીસે આ પિસ્તોલની શોધ આદરી હતી. નદીમાં અંદર લગભગ 365 મીટર સુધી પોલીસે પિસ્ટલની શોધખોળ કરી હતી. 

5/7
image

ગઈકાલે પોલીસને મેગેઝિન અને રિવોલ્વર મળ્યા હતા. જેના બાદ આજે વધુ એક રિવોલ્વર અને મેગેઝિન મળી આવ્યા છે. આમ, તાપીમાંથી 28 કલાકમાં મળી આવેલ 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ મુંબઈ પોલીસ માટે મોટો પુરાવો બની રહ્યાં છે. 

6/7
image

મહત્વનું છે કે, 14 એપ્રિલે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા બે હુમલાખોરે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.. જે બાદ તેના આરોપીઓની કચ્છ માતાના મઢથી ધરપકડ થઈ હતી.

7/7
image

સલમાન ખાનનાં ઘર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સો કચ્છમાથી પકડાતા ચકચાર મચી જવા પામી છે. લખપત તાલુકાના માતાનામઢ વિસ્તારમાંથી લોરેન્સ બિસનોઈ ગેંગના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા હતા. પશ્વિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે સયુંકત રીતે બન્ને આરોપીને પકડી પાડ્યા હતા. આ ઓપરેશનમાં બિહારના 24 વર્ષીય વિકી ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ નામના બને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.