MI vs RR: વાનખેડેમાં ડરી ગયો રોહિત શર્મા! ફેન્સે તોડ્યો સુરક્ષા ઘેરો.. હિટમેન અને ઇશાને જીત્યું દિલ

MI vs RR IPL 2024: આઇપીએલ 2024 (IPL 2024) માં પહેલીવાર મુંબઇ ઇન્ડીયન્સની ટીમ પોતાના ઘરેલૂ મેદાન વાનખેડે સ્ટેડિયમમાં રમવા ઉતરી. તેનો મુકાબલો 1 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ સાથે થયો હતો. આ મેચમાં મુંબઇની બેટીંગ નિષ્ફળ ગઇ છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, નમન ધીર અને ડેવાલ્ડ બ્રેવિસ ખાતું ખોલાવી શક્યા નહી. ઇશાન કિશન 16 રન જ બનાવી શકયા. ટીમના ફક્ત 4 બેટ્સમેન જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. આ મેચમાં એક ખાસ પળ જોવા હતી. 

ફેન્સને જોઇ ડરી ગયા રોહિત શર્મા

1/5
image

રોહિત શર્માને મળવા માટે તેમના એક ફેને સુરક્ષા ઘેરાને તોડી દીધો હતો. તે દોડતો સીધો હિટમેન પાસે પહોંચી ગયો. રોહિત તો પહેલાં ડરી ગયા. તે સમજી શક્યા નહી કે તેમની પાછળ કોણ આવી ગયું. તે ડરી ગયા અને પછી પાછળ હટવા લાગ્યા. 

ફેનને લગાવ્યો ગળે

2/5
image

રોહિત કંઇ સમજે ત્યાં સુધી તેમનો ફેન ગળે લાગવા લાગ્યો હતો. તેમના પગે પડીને આર્શિવાદ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રોહિત પહેલાં તો ડરી ગયા હતા, પરંતુ તેમને જ્યારે લાગ્યું કે તે નુકસાન પહોંચાડવા નથી આવ્યો તો તેને ગળે મળ્યા. 

ઇશાને પણ ગળે લગાવ્યો

3/5
image

રોહિત શર્માને મળ્યા બાદ તે પરત ફરવા લાગ્યો તો ઇશાન કિશન સામે આવી ગયા અને તેની સાથે હાથ મિલાવ્યો અને ગળે મળ્યા.

ફેન્સને આવી ગઇ મજા

4/5
image

રોહિત અને ઇશાનના આ વ્યવહારને જોઇને સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સ ખુશ થઇ ગયા. તેમણે ખૂબ તાળીઓ વગાડી. આ પહેલાં આરસીબીના એક મેચમાં વિરાટ કોહલી પાસે એક ફેન આવી પહોંચ્યો હતો. 

ચાલ્યું નહી હિટમેનનું બેટ

5/5
image

મુંબઇ ઇન્ડીયનના પૂર્વ કેપ્ટન રોહિત ખાતું ખોલી શક્યા નહી અને વિકેટકીપર સંજૂ સૈમસનને કેચ આપી દીધો. ટ્રેંટ બોલ્ટે તેમને પહેલી ઓવરના પાંચમા બોલમાં આઉટ કરી દીધા. બોલ્ટે આ ઓવરના અંતિમ બોલમાં નમન ધીરને આઉટ કરી દીધો. તેમણે ત્રીજી ઓવરના બીજા બોલ પર ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યો હતો. રોહિત, નમન અને બ્રેવિસ ત્રણેય ખાતું ખોલાવી શક્યા ન હતા. મુંબઇએ 20 ઓવરમાં 9 વિકેટ પર 125 રન બનાવ્યા.