ચોમાસાની શરૂઆત પહેલા શું ગુજરાતમાં આવશે આ મોટો ખતરો? અંબાલાલે કરી ખતરનાક આગાહી

Monsoon Alert In Gujarat: અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે. અખાત્રીજના દિવસે ખેડૂતો માટે અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. આજે અખાત્રીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. હાલ મે મહિનામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી લોકો કુદરતને આજીજી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે.

ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે

1/8
image

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે વાદળોનો સમુહ સારો રહેવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે. જોકે, જુનમાં નહિ પરંતુ જૂલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં આ વર્ષે વરસાદ 106 ટકા સુધી વરસાદ થવાની શક્યતા છે. તો સમગ્ર ગુજરાતમાં 700 એમએમ કરતા વધારે વરસાદ થશે.

આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી

2/8
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત!

3/8
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળ્યા છે. આ સંકેત આપણા માટે સારા સંકેત બની રહ્યાં છે. જેનાથી વહેલું ચોમાસું બેસશે. મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. 

ગુજરાતભરમાં હળવા વરસાદની આગાહી

4/8
image

હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, બપોરે એક વાગ્યા સુધીમાં 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મંગળવારે બપોરે એક વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓના 13 જિલ્લાઓને આવરી લે તેવું અનુમાન કરવામાં આવ્યુ છે. આ સાથે કેટલાક જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ અનુમાન કરવામાં આવ્યુ છે.

ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

5/8
image

ગરમીનો પ્રકોપ યથાવત રાજ્યના 60 તાલુકામાં વરસાદ બાદ પણ કાળઝાળ ગરમીનો માહોલ યથાવત છે. સોમવારે વરસાદ છતાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન ડીસામાં નોધાઈ હતી. ડીસા બાદ સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.4 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં 42 સુરેન્દ્રનગરમાં, 42.3 ડીગ્રી તાપમાન રહ્યુ. આમ, રાજ્યના ચાર જિલ્લાઓમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ હતુ. જોકે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. ભારે પવન સાથે વંટોળની સ્થિતિ બનતા અમદાવાદમાં 9 ઝાડ ધરાસાયી થયા હતા. તો શહેરના જુદી જુદી જગ્યાએ વીજ મીટરમાં આગની ઘટના બની હતી. 

11 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી

6/8
image

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ નિર્ધારિત સમયથી ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૯ મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશશે. તેના પછી તે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ હિસ્સામાં પણ તે જ દિવસે પ્રવેશશે. સામાન્ય રીતે ૨૨મેના રોજ ચોમાસુ આ હિસ્સામાં પહોંચે છે, પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું છે.

એપ્રિલ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યા

7/8
image

એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. અત્યાર સુધીનો સૌથી વધુ ગરમી એપ્રિલ મહિનામાં રહી છે. વિશ્વભરમાં એપ્રિલ મહિનામાં તાપમાન વધુ અનુભવાયું છે. ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. એપ્રિલ 2016નો રેકોર્ડ એપ્રિલ 2024માં તૂટી ગયો છે. જોકે, આ તો માત્ર ટ્રેલર છે, આગામી સમયમાં સરેરાશ વૈશ્વિક તાપમાન હજી વધવાની શક્યતા છે. 

ગુજરાતમાં યલો એલર્ટ

8/8
image

ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, ચુંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજના દિવસ માટે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ગુજરાતમાં પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત આજે હીટવેવની આગાહી છે. દીવ, ભાવનગર, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. હાલ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.