આજની રાત ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન! 14 જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે

Gujarat Monsoon 2024: હવામાન વિભાગે સાંજે 4 વાગેથી ત્રણ કલાક માટે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું હતું. જેમાં અમદાવાદ સહીત કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 km પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. આ સિવાય ઉત્તર, મધ્ય અને, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ- સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

બનાસકાંઠાના લાખણી પંથકમાં આભ ફાટતા મુશ્કેલી

1/6
image

બનાસકાંઠાના લાખણી તાલુકામાં આભ ફાટતા મુશ્કેલી ઊભી થઈ છે. ખેતરો પાણીમાં ગરકાવ થતાં પાકને મોટાપાયે નુકસાન થયું છે. ધોધમાર વરસાદ વરસતા બાજરી, જુવાર અને મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. પાણી ભરાઈ જતાં ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. પાકનું વાવેતર કર્યા પછી ખેડૂતો મેઘમહેરની રાહ જોઈને બેઠા પરંતુ મેઘકહેર થતાં ખેડૂતોની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે.

2/6
image

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ગુજરાતના ચારેય ઝોનમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આાગાહી છે તેની પર નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

1 જૂનથી 3 જુલાઈ સુધી સરેરાશ 7 ટકાથી વધુ વરસાદ

3/6
image

અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં મેઘરાજા મહેરબાન થશે. ગુજરાતના આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી 3 જુલાઈ સુધી સરેરાશ 7 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદથી પોરબંદર પાણી પાણી!

4/6
image

ધોધમાર વરસાદથી પોરબંદરનો ઘેડ પંથક પાણી જ પાણી થઈ ગયો છે. ભારે વરસાદથી મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ છે. જેથી માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ. ધેડ પંથકના ગામેથી પાણીનો ધસમસતો પ્રવાહ દરિયામાં વહી રહ્યો છે. દર વર્ષે ઉપરવાસમાં વરસાદથી ઘેડ પંથક પાણી પાણી થાય છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતાં મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ઘરમાં પાણી ફરી વળતાં ઘરમાં રહેલા માલસામાનને પણ નુકસાન થાય છે.

5/6
image

ઘેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. રોડ, રસ્તાએ જાણે જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગોસા ટુકડા, ચિકાસા અને રાતિયા સહિતના ગામોમાં પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે. ઘેડ વિસ્તારના ગામડામાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોએ કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે આ પાણી ઓસરે. વરસાદની શરૂઆતમાં ચારેય કોર પાણીથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

વરસાદથી નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું!

6/6
image

ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટનું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે. રણ દરિયો બની જતાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. જોરશોરથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેથી અહીંયા આવતા પ્રવાસીઓ ખુશ-ખુશાલ થયા છે. અહીંયા વાતાવરણ આહ્લાદક બની ગયું છે. જેથી દૂરદૂરથી પ્રવાસીઓ મજા માણવા માટે અહીંયા ઉમટી રહ્યા છે. પ્રવાસીઓને અહીંયા હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે. અહીંયા રણમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે.