Roti: દિવસમાં 1 વાર ખાવી આ લોટની રોટલી, જમ્યા પછી ક્યારેય હાઈ નથી થાય બ્લડ શુગર
Makke ki Roti: ડાયાબિટીસમાં જો આહાર સંબંધિત કેટલીક ભૂલ કરવામાં આવે તો બ્લડ સુગર પર તુરંત જ અસર જોવા મળે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. દિવસ દરમિયાન એવો આહાર લેવો જોઈએ જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય અને જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે. શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં બ્લડ સુગર લેવલને મેન્ટેન કરવું હોય તો આહારમાં આ લોટની રોટલીનો સમાવેશ કરો.
મકાઈનો લોટ
શિયાળામાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળે છે. ભોજનમાં આ શાકભાજીની સાથે જો તમે મકાઈના લોટની રોટલી ખાવ છો તો તે ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ સાબિત થાય છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ભોજનમાં મકાઈના લોટની રોટલી ખાવી જોઈએ.
બ્લડ સુગર લેવલ
મકાઈના લોટમાં ડાયટરી ફાઇબર વધારે હોય છે સાથે જ તેમાં ઝીંક મેગ્નેશિયમ આયરન અને ફોસ્ફરસ પણ હોય છે. આ બધા જ તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી હોય છે તેનાથી મેટાબોલિઝમ વધે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
બેલીફેટ
મકાઈના લોટની રોટલી ખાવાનો અન્ય ફાયદો એ પણ છે કે તેનાથી બ્લડ સુગરની સાથે બેલીફેટ પણ ઘટે છે. જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેમણે મકાઈનો ઉપયોગ કરવો જોઈએ.
કબજિયાત
મકાઈનો લોટ પેટ સંબંધિત સમસ્યામાં પણ ફાયદો કરે છે. ખાસ કરીને જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેઓ મકાઈના લોટની રોટલી ખાય તો લાભ થાય છે તેનાથી ડાયજેશન સુધરે છે અને બાઉલ મુવમેન્ટ રેગ્યુલેટ થાય છે.
મસલ્સ અને હાડકાની મજબૂતી
મકાઈના લોટની રોટલી ખાવાથી મસલ્સ અને હાડકાની મજબૂતી વધે છે. જે લોકોને સાંધાના દુખાવા અને શરીરના દુખાવા રહેતા હોય તેમણે શિયાળામાં આ લોટનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી હાડકાની નબળાઈ દૂર થાય છે અને શરીરને એનર્જી મળે છે.
Trending Photos