Mahashivaratri 2025: આ 4 રાશિઓ મહાદેવને અત્યંત પ્રિય, હંમેશા બચાવી લે છે સંકટથી, જીવનમાં ક્યારેય ધનની તંગી સર્જાતી નથી
Mahashivaratri 2025: આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. મહાશિવરાત્રીના દિવસે શિવ પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
ભગવાન શિવની વિશેષ કૃપા
જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે રાશિ ચક્રની કેટલીક રાશિ એવી છે જેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા જન્મથી જ હોય છે. આ રાશિના લોકો પર શિવજી હંમેશા મહેરબાન રહે છે. ચાલો તમને પણ જણાવીએ એ ચાર રાશિ વિશે જે શિવજીની પ્રિય છે.
મેષ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. જે ભગવાન શિવનો જ અંશ ગણાય છે. માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે મેષ રાશિના લોકો ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરે તો તેમના જીવનના બધા જ કષ્ટ સમાપ્ત થઈ જાય છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ પણ મંગળ છે તેના કારણે આ રાશિના લોકો પર શિવજીની વિશેષ કૃપા રહે છે. મહાશિવરાત્રી પર વૃશ્ચિક રાશિના લોકો વિધિપૂર્વક શિવજીનો રુદ્રાભિષેક કરે તો તેમને અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવની કૃપાથી તેમના બધા જ સંકટ અને ભય દૂર થઈ જાય છે.
મકર રાશિ
મકર રાશિ પણ શિવજીની પ્રિય રાશિ છે. મકર રાશિના લોકો પર શિવજીની વિશેષ કૃપા હંમેશા રહે છે. મહાશિવરાત્રી પર મકર રાશિના લોકોએ ગંગાજળ, બીલીપત્ર અને ગાયના દૂધથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી કાર્યમાં આવતી બાધા દૂર થાય છે અને સફળતા મળે છે.
કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે તેથી આ રાશિના લોકો પણ મહાદેવને પ્રિય હોય છે. આ રાશિના લોકોની પૂજાથી શિવજી સરળતાથી પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રી પર આ રાશિના લોકોએ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
Trending Photos