Photos : ગુજરાતના મંદિરોમાં પણ દિવાળી આવી, શણગાર જોઈને આંખોને મળશે ઠંડક
અમદાવાદ :આવતીકાલે દેશભરમાં ધૂમધામથી દિવાળી ઉજવાશે. દિવાળીની છેલ્લી ઘડીએ બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે. છેલ્લી ઘડીએ ગ્રાહકોએ ખરીદી માટે પડાપડી કરતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે લોકોના ઘરઆંગણે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના મંદિરોને પણ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે જુઓ ગુજરાતના મંદિરોને કેવો શણગાર કરાયો છે.
અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર નિમિતે શામળાજી મંદિરને વિવિધ પ્રકારની લાઈટોથી શણગારવામાં આવ્યું છે. દિવાળીના પર્વપર મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે આવતા હો. છે. દિવાળીના તહેવારમાં અનેક ભક્તો ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરી પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે.
દિવાળીને લઈને જિલ્લાભરમાં મંદિરોને રોશનીથી શણગાર કરાયો છે. ત્યારે હિંમતનગરના કાંકણોલ પાસે સ્વામીનારાયણ મંદિરને રોશનીથી શણગાર કરાયો છે. ગઈકાલે ધનતેરસને લઈને લોકોએ પૂજન અર્ચન કર્યું હતું.
અમદાવાદનાં મણિનગર ખાતે આવેલા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર દ્વારા રૂપિયા ૧૦૦ કરોડનાં આભૂષણ ભગવાનને અર્પિત કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનું માનવું છે કે, ભગવાનને અર્પણ કરવાથી આભૂષણો દિવ્યતામાં વધારો થાય છે અને ભગવાનનાં આશીર્વાદ દ્વારા સુખ-શાંતિની પ્રાપ્તિ પણ થાય છે.
Trending Photos