ઓક્ટોબરની ભયંકર આગાહી : પહેલી તારીખથી જ મેઘતાંડવ થશે, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદ

IMD Rain Alert In Gujarat : ઓક્ટોબર મહિનાની શરૂઆત થતા જ લોકોના જીવ પડીકે બંધાયા છે. એક તરફ નવરાત્રિનો ઉત્સવ અને બીજી તરફ વરસાદની આગાહી. ઓક્ટોબર મહિનાની પહેલી તારીખથી જ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજે ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદની તથા કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી છે. આ આગાહી સો ટકા નવરાત્રિનો તહેવાર બગાડશે. 

આજે 1 ઓક્ટોબરે ક્યાં ક્યાં વરસાદ આવશે

1/3
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે 1 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

2/3
image

મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.  

અંબાલાલ પટેલની આગાહી, નવરાત્રિમાં આવશે વરસાદ 

3/3
image

રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.