કચ્છીઓએ સાથે મળીને ભુજિયા ડુંગરને રોશન કર્યું, સ્મૃતિવન 11 હજાર દીવડાથી ઝળહળી ઉઠ્યું
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના સ્મૃતિવન ખાતે દીપોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. 21 હજાર દીવડા પ્રગટાવતા સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું. ભૂકંપમાં દિવંગત લોકોની યાદમાં કરાયું દીપોત્સવનું આયોજન. ભૂકંપમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એવા દિવંગતોના પરિવારજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.
2001ના વિનાશકારી ભૂકંપમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો એવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ખાતે દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી ધનતેરસના દિવસે કરવામાં આવી હતી. ધનતેરસની ઢળતી સાંજે અગિયાર હજાર કરતા વધુ દીવડાથી સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું હતું. ફ્રેન્ડસ ગ્રુપના આ આયોજનમાં અન્ય સમાજો અને સંગઠનો તેમજ પ્રજાજનો પણ જોડાયા હતા.
ફ્રેન્ડસ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, સ્મૃતિવન લોકાર્પણ થયા બાદની આ પ્રથમ દિવાળી યાદગાર રહે અને દિવાળીના દીવડાના ઝગમગાટની પરંપરા વધુ પ્રજવલ્લિત બને તેવા આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કોઈ એક સંસ્થાનું નહિ પણ તમામ લોકોનું બને તે માટે અન્ય સમાજો અને સંગઠનોએ પણ તેમાં ભાગ લીધો હતો.
લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરી દિવેલના ઉપયોગ કરી રૂની વાટ મારફત આ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આયોજનનો એક મહત્વનો ઉદેશ એ જ હતો કે, દીપોત્સવના માધ્યમથી ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભૂકંપમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એવા દિવંગતોના પરિવારજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.
સ્મૃતિવનના સનસેટ પોઈન્ટથી સ્મૃતિવનના પ્રવેશ ગેટ સુધી દીવડાનો ઝગમગાટ જોવા મળ્યો હતો. સનસેટ પોઈન્ટ પર ઈલેકટ્રીક તો ચેકડેમ સહિતમાં માટીના કુદરતી દીવડા પ્રજવલ્લિત કરવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટીની સાથે સ્વચ્છતા સહિતની બાબતોની તકેદારી પણ રાખવામાં આવી હતી.
Trending Photos