આ છે એ મહારાણી, જેને જોઈને પહેલી નજરમાં જ દિલ આપી બેસ્યા હતા જ્યોતિરાદિત્ય સિંધિયા
ઝી મીડિયા/બ્યૂરો :મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને રાજનીતિમાં ઉથલપાથલ મચાવીને આજે ભાજપમાં જોડાનાર જ્યોતિરાદિત્ય સિંધિયા રાજ પરિવારમાંથી આવે છે. હાલના સમયમાં Jyotiraditya Scindia દેશમાં સૌથી વધુ ચર્ચિત હસ્તી બની ચૂક્યા છે. એક તરફ તેમની ચર્ચા છે. કહેવાય છે કે, જ્યોતિરાદિત્યના અને નિર્ણયો અને રાજનીતિક પગલા પાછળ તેમની પત્ની પ્રિયદર્શિનીનો પણ મોટો રોલ હોય છે. પ્રિયદર્શિની રાજે સિંધિયા (priyadarshini raje scindia) પણ સતત ચર્ચામાં રહે છે અને તેઓ ગ્વાલિયરના મહારાણી છે.
જ્યોતિરાદિત્ય સિઁધિયાની પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા વડોદરાના ગાયકવાડ રાજપરિવારના રાજકુમારી છે. પ્રિયદર્શિનીના પિતા સંગ્રામસિંહ ગાયકવાડ વડોદરાના અંતિમ શાસક પ્રતાપસિંહ ગાયકવાડના દીકરા છે. એટલું જ નહિ, પ્રિયદર્શિનીના માતા નેપાળના રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે.
ચર્ચા એવી પણ છે કે પ્રિયદર્શિની રાજે જલ્દી જ રાજનીતિમાં આવશે.
પ્રિયદર્શિની રાજે ઈલેક્શન સમયે ઘણા સક્રિય રોલમાં જોવા મળ્યાં છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિનીને સંતાનમાં એક દીકરી અને દીકરો છે. મહાઆર્યમન સિંધિયા અને દીકરી અનન્યા. મહાઆર્યન અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
પ્રિયદર્શિની રાજે સિંધિયાને ફેમિના મેગેઝીન Indias 50 Most Beautiful Women લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હાત. પ્રિયદર્શિની અત્યંત સ્ટાઈલિશ મહારાણી છે.
12 ડિસેમ્બર, 1994માં જ્યોતિરાદિત્ય અને પ્રિયદર્શિનીના લગ્ન થયા હતા.
બન્યું એમ હતું કે, જ્યોતિરાદિત્ય પહેલા વિદેશમાં રહેતા હતા. એકવાર તેઓ ભારતમાં આવ્યા હતા અને એક પારિવારિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યારે જ્યોતિરાદિત્યએ પહેલીવાર પ્રિયદર્શિનીને જોયા હતા તો તેમના પ્રેમમાં પડ્યા હતા.
પ્રિયદર્શિનીએ મુંબઈથી અભ્યાસ કર્યો હતો. 1975માં જન્મેલા પ્રિયદર્શિનીના લગ્ન 12 ડિસેમ્બર, 1994ના રોજ જ્યોતિરાદિત્યની સાથે થયા હતા. તેમની લવસ્ટોરી પણ રસપ્રદ છે. પ્રિયદર્શિની બહુ જ સુંદર છે અને આ કારણે જ પહેલી નજરમાં તેઓ જ્યોતિરાદિત્યને દિલ આપી બેસ્યા હતા.
Trending Photos