દેશના Mysterious Temples, જ્યાં ઘટે છે અવિશ્વસનીય ઘટનાઓ, ગુજરાતનું આ મંદિર પણ છે જાણીતુ

અનેક રહસ્યમયી મંદિરો પણ છે જે પોતાની પરંપરાઓ, માન્યતાઓ અને રહસ્યમય કારણોને લીધે પ્રસિદ્ધ છે. 

નવી દિલ્હી: સૌથી પ્રાચીન ધર્મ સનાતન ધર્મ ગણાય છે. સનાતન હિન્દુ ધર્મમાં ત્રિદેવોની માન્યતા છે. આ કડીમાં ભારત પોતાના પ્રાચીન મંદિરો માટે સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે. દેશમાં નાના મોટા અગણિત મંદિર છે જે પોતાની સંસ્કૃતિ, માન્યતાઓ કે સિદ્ધિઓના કારણે જાણીતા છે. આ જ રીતે અનેક રહસ્યમયી મંદિરો પણ છે જે પોતાની પરંપરાઓ, માન્યતાઓ અને રહસ્યમય કારણોને લીધે પ્રસિદ્ધ છે. 

કોડુંગલ્લૂર ભગવતી મંદિર, કેરળ

1/7
image

કેરળનું કોડુંગલ્લૂર ભગવતી મંદિર પ્રાચીન મંદિરોમાં સામેલ છે, કોડુંગલ્લૂર ભગવતી મંદિરનું રહસ્ય એ છે કે એવું માનવામાં આવે છે કે અહીં થનારી પૂજા-અર્ચના કે અનુષ્ઠાન દેવીના નિર્દેશો પર જ કરાય છે.   

વીરભદ્ર મંદિર, આંધ્ર પ્રદેશ

2/7
image

વીરભદ્ર મંદિર  ભારતના સૌથી રહસ્યમયી મંદિરોમાં સામેલ છે. વીરભદ્ર મંદિરની એક રહસ્યમય વાત એ છે કે અહીં 70 મોટા સ્તંભોમાંથી એક સ્તંભ મંદિરની છતને તો સ્પર્શે છે પરંતુ જમીનને અડેલો નથી. જમીનથી અદ્ધર રહે છે. આ પિલરને હેંગિંગ પિલર પણ કહે છે. અહીં મોટાભાગે પર્યટકો પિલર નીચેથી કપડું કાઢીને તેનો ટેસ્ટ પણ કરે છે. 

કરણી માતા મંદિર રાજસ્થાન

3/7
image

ભારતના બીકાનેરમાં કરણી માતા મંદિર જાણીતુ છે. આ મંદિર પણ કોઈ રહસ્યમયી મંદિરથી જરાય ઓછું નથી. મંદિરમાં 20,000 થી વધુ ઉંદર છે, આ ઉંદરનું એઠું ભોજન ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ભોજન અહીં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. 

સ્તંભેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત

4/7
image

ગુજરાતમાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતના અવિશ્વસનિય અને રહસ્યમયી મંદિરોમાં ગણાય છે. કહેવાય છે કે આ મંદિર દિવસમાં કેટલાક સમય માટે સંપૂર્ણ રીતે ગાયબ થઈ જાય છે. ગાયબ થયા બાદ આ મંદિરનો એક પણ ભાગ દેખાતો નથી. આ મંદિર ગુજરાતમાં જંબુસર પાસે કવિ કંબોઈમાં આવેલું છે. જે હાઈ ટાઈડ દરમિયાન રોજ પાણીમાં ડૂબે છે. પાણી હટ્યા બાદ ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિરને ભગવાન શિવના પુત્ર કાર્તિકેયએ બનાવડાવ્યું હતું. આ મંદિરને ગાયબ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.  

ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર

5/7
image

ઉજ્જૈનને લઈને તમામ રહસ્યો આજે પણ યથાવત છે. કહેવાય છે કે ઉજ્જૈન આકાશ અને ધરતીનું કેન્દ્ર છે. અહીં એક જ રાજા છે અને તે છે મહાકાલ. અહીં અનેક મંત્ર-જાપ અને અનુષ્ઠાન થાય છે. તંત્ર ક્રિયાઓ માટે પણ આ જગ્યા જાણીતી છે. માન્યતા મુજબ રાજા ભોજના કાળથી અહીં કોઈ રાજા રોકાતા નથી. એટલે સુધી કે રાજનીતિક પદ પર બેઠેલા જનપ્રતિનિધિ પણ રાતે અહીં રોકાતા નથી. તેનું કારણ કોઈ નથી જાણતું પરંતુ એવી ઘટનાઓ રાજનીતિજ્ઞો અને જૂના રાજપરિવાર સંલગ્ન લોકોને વિવશ કરે છે કે તેઓ ઉજ્જૈનની સરહદમાં રાતે બિલકુલ પણ ન રોકાય. 

કામાખ્યા દેવી મંદિર ગુવાહાટી

6/7
image

ગુવાહાટીના નિલાચલ પહાડી પર કામાખ્યા દેવી મંદિર મા દુર્ગાની 51 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિર પોતાના કાળા  જાદુના અનુષ્ઠાનો માટે જાણીતુ છે. દર વર્ષે ચોમાસા દરમિયાન મંદિર 3 દિવસ માટે બંધ કરવામાં આવે છે. કહેવાય છે કે ગર્ભગૃહથી વહેતું લાલ ઝરણું તે દિવસોમાં લાલ થઈ જાય છે. આ સાથે જ ભક્તોને પ્રસાદ તરીકે પથ્થરની મૂર્તિને ઢાંકવામાં આવતું લાલ કપડું કાપીને અપાય છે.   

અસીરગઢ શિવ મંદિર મધ્ય પ્રદેશ

7/7
image

મહારાભારતના અશ્વથામાને પૌરાણીક માન્યતાઓ મુજબ તેના પિતાની મૃત્યુનો બદલો લેવા માટે કરેલી એક ચૂક ભારે પડી અને ભઘવાન શ્રીકૃષ્ણે તેને યુગો યુગો સુધી ભટકવાનો શ્રાપ આપી દીધો. એવું કહેવાય છે કે છેલ્લા લગભગ 5 હજાર વર્ષોથી અશ્વથામા  ભટકી રહ્યો છે. મધ્ય પ્રદેશના બુરહાનપુર શહેરથી 20 કિમી દૂર અસીરગઢનો કિલ્લો છે. કહેવાય છે કે આ કિલ્લામાં આવેલા શિવ મંદિરમાં અશ્વથામા આજે પણ પૂજા કરવા આવે છે. સ્થાનિક રહીશો અશ્વથામા સંલગ્ન અનેક કહાનીઓ સંભળાવે છે. તેઓ જણાવ છે કે અશ્વથામાને જેણે પણ જોયો તેની માનસિક સ્થિતિ હંમેશા માટે ખરાબ થઈ ગઈ.