અનુપમા અને કાવ્યાને છોડો...ખરેખર તો 'વનરાજ'ના દિલમાં વસે છે આ હસીના, જુઓ PHOTOS

આજે અમે તમને જણાવીશું કે સુધાંશુની અસલ લાઈફ કેવી છે અને તેની રિયલ લાઈફમાં લેડી લવ કોણ છે....
 

સીરિયલ અનુપમામાં વનરાજની ભૂમિકા ભજવતા સુધાંશુ પાંડેને અનેક ફિલ્મો અને ટીવી સીરિયલોમાં આપણે જોયો છે. વર્ષ 2000માં આવેલી અક્ષયકુમારની એક્શન ફિલ્મ ખેલાડી 420માં પણ સુધાંશુ જોવા મળ્યો હતો. ત્યારબાદ તે 'સિંહ ઈઝ કિંગ' જેવી હિટ ફિલ્મમાં પણ હતો. અનુપમાએ જો કે તેને અસલ ઓળખ આપી. આજે અમે તમને જણાવીશું કે સુધાંશુની અસલ લાઈફ કેવી છે અને તેની રિયલ લાઈફમાં લેડી લવ કોણ છે....
 

સુધાંશુ-મોનામાં ગજબનો તાલમેળ

1/6
image

સુધાંશુ પાંડે પરિણીત છે. પત્નીનું નામ મોના પાંડે છે. મોના એક હોમ મેકર છે. મોના પાંડે મીડિયાની ઝાકમઝોળથી દૂર રહેવાનું પસંદ કરે છે. અભિનેતા સુધાંશુ પાંડે અંગત લાઈફમાં ખુબ જ ઠરેલ છે અને પત્ની સાથે ગજબનો તાલમેળ ધરાવે છે. 

શોઓફથી દૂર રહે છે

2/6
image

સ્ટાર્સની પત્નીઓ છાશવારે મીડિયા સામે પોતાની સારી સારી વાતો રજુ કરતી હોય છે પરંતુ સુધાંશુ પાંડેની પત્ની મોના પાંડેને તો તેનાથી કોઈ ફરક પડતો નથી. તે શોઓફથી ખુબ દૂર રહે છે. 

બે બાળકોના માતા પિતા

3/6
image

મોના પાંડે સુધાંશુના પરિવારનો ખુબ ખ્યાલ રાખે છે. અનુપમાના આ અભિનેતા સુધાંશુ પાંડે બે બાળકોના પિતા છે. જેમના નામ નિર્વાન અને વિવાન છે. સુધાંશુ ભલે શૂટિંગમાં વ્યસ્ત રહે પરંતુ મોના બાળકોનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે. ​

અનેક વર્ષોથી છે એકબીજાની સાથે

4/6
image

મોના પાંડે અને સુધાંશુ પાંડે હંમેશા સાથે જોવા મળે છે. મોના ડગલેને પગલે સુધાંશુને સાથ આપતી આવી છે. સુધાંશુના શરૂઆતના દિવસોથી મોના તેની સાથે છે. જ્યારે સુધાંશુ ફેમસ નહતો થયો  ત્યારે પણ મોના દરેક પગલે તેની પડખે રહી હતી. આવામાં મોના 'અનુપમા'થી કોઈ પણ મામલે જરાય કમ નથી. 

રિલેશનશીપમાં હોવા છતાં ગમી ગઈ મોના

5/6
image

પત્ની મોના સાથે પહેલી મુલાકાત વિશે વાત કરતા સુધાંશુ પાંડેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું એક અન્ય યુવતી સાથે રિલેશનશીપમાં હતો, તે સમય દરમિયાન મોનાને મળ્યો હ તો. મોના એક મોડલિંગ એજન્સીમાં કામ કરતી હતી અને હું તે સમયે તેમના  Jean Franco Ferre શોનો ભાગ બન્યો હતો. ​

22ની ઉંમરમાં કરી લીધા હતા લગ્ન

6/6
image

સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે તે મોના સાથે પહેલી મુલાકાતમાં જ ચર્ચામાં ઉતરી પડ્યો હતો. એક ચેક પેમેન્ટને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જો કે બાદમાં સુધાંશુ ભોઠો પડી ગયો હતો. સુધાંશુએ 22 વર્ષની ઉંમરમાં જ મોના સાથે લગ્ન કરી લીધા હતા.