KBC 13: કોઈ બિઝનેસ કરે છે અને કોઈ અધિકારી બન્યા, જાણો KBCના વિજેતાઓ હાલ ક્યાં છે

પ્રખ્યાત રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની સીઝન 23 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે. હંમેશાની જેમ, આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. જોકે, કોરોના મહામારી વચ્ચે શરૂ કરવામાં આવેલા આ વખતે KBCની 13મી સીઝનમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. 2001 માં શરૂ થયેલો, શો KBC ઘણા વર્ષોથી લોકપ્રિય શો રહ્યો છે. KBCમાં ભારતના ખૂણે ખૂણેથી લોકો પોતાનું નસીબ અજમાવવા આવે છે.

તાજ મોહમ્મદ રંગરેજ

1/10
image

KBCની 7 મી સીઝનમાં, રાજસ્થાનના રહેવાસી તાજ મોહમ્મદ રંગરેઝને હોટ સીટ પર બેસવાની તક મળી. તેઓ વ્યવસાયે શિક્ષક છે. શોમાં 5 કરોડ રૂપિયાના સવાલ પર અટકી જઈને ગેમ છોડી દીધી હતા. જોકે, તેમણે એક કરોડ રૂપિયાની જંગી રકમ જીતી હતી. શોમાં જીતેલા નાણાંથી, તેમણે પોતાની પુત્રીની આંખોની સારવાર કરાવી અને ગામમાં બે અનાથ છોકરીઓના લગ્ન કરાવ્યા. તેમણે આ રકમથી ઘર પણ ખરીદ્યું.

સુશીલ કુમાર

2/10
image

સુશીલ કુમારે 2011ની KBCની પાંચમી સિઝનમાં 5 કરોડની રકમ જીતી હતી. સુશીલ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારીના છે. મહિને છ હજારની નોકરી કરનાર સુશીલ કુમારે પુરસ્કારની રકમથી તેમના પૂર્વજોના ઘરનું સમારકામ કરાવ્યુ અને તેમના ભાઈઓને વ્યવસાય શરૂ કરાવ્યો. સુશીલ કુમાર હાલમાં બિહારના ચંપારણમાં સામાજિક કાર્યકર છે જે સમાજ સેવાના કાર્યમાં રોકાયેલા છે.

સનોજ રાજ

3/10
image

સનોજ રાજ, જે બિહારના છે, તેમણે 2019માં યોજાયેલી KBC સીઝન -11 માં એક કરોડ રૂપિયા જીત્યા હતા. સનોજ રાજ KBCમાં જીત મેળવનાર બિહારના પ્રથમ વ્યક્તિ બન્યા.

સનમીત કૌર

4/10
image

સિઝન 6માં મોટી રકમ જીતનારી કન્ટેસ્ટેન્ટ સુનમીત કૌરની વાર્તા સાંભળવા મળી, કે તેના સાસરિયાઓ ફેશન ડિઝાઈનિંગમાં કારકિર્દી બનાવવા માટે સપોર્ટ આપતા ન હતા. એટલા માટે  સનમીતે નક્કી કર્યું કે તે પોતાનું સપનું પૂરું કરશે. આ માટે તેમણે KBC નું પ્લેટફોર્મ પસંદ કર્યું અને પોતાનું કામ શરૂ કર્યું. KBC સિઝન 6માં જીત્યા બાદ તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ બાળકોને ભણાવવામાં કર્યો. સુનમીતે વિજેતા તરીકે 6 કરોડ જીત્યા હતા. હાલ તે પોતાનું ફેશન હાઉસ ચલાવે છે.

રવિ મોહન સૈની

5/10
image

વર્ષ 2001માં અમિતાભ બચ્ચન KBC જુનિયર લાવ્યા. સ્પર્ધક રવિ મોહન સૈનીએ આ સીઝનમાં હોટ સીટ જીતી હતી. તે સમયે રવિની ઉંમર 14 વર્ષની હતી, ત્યારબાદ રવિએ સખત મહેનત કરી અને IPS અધિકારીનો હોદ્દો ગ્રહણ કર્યો.

રાહત તસ્લીમ

6/10
image

સ્પર્ધક રાહત તસ્લીમ KBC સીઝન 4માં શોના વિજેતા હતા. ઝારખંડથી આવેલા રાહત તસ્લીમ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ મેડિકલ એન્ટ્રેન્સની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના લગ્ન કરાવી દેવાયા. પરંતુ તેમણે KBCમાં જવાનું મન બનાવી લીધું અને શો જીતીને બહાર આવ્યા. અત્યારે રાહત તસ્લીમ કપડાનું કામ કરે છે. શોની ત્રીજી સીઝનની વાત કરીએ તો તેને શાહરૂખ ખાને હોસ્ટ કર્યો હતો. આ શોમાં કોઈ સ્પર્ધક વિજેતા રકમ સુધી પહોંચી શક્યો ન હતો અને TRP ઘટવાને કારણે શોને અધવચ્ચે જ બંધ કરવો પડ્યો હતો.

હર્ષવર્ધન નવાઠે

7/10
image

હર્ષવર્ધન નવાઠે સિવિલ સર્વિસ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા. તેમના પિતા એક IPS હતા. આ એ જ સમય હતો જ્યારે ધારાવાહિક ‘KBC’એ નવી પરિભાષા આપવાની શરૂ કરી હતી. વર્ષ 2000માં, નવાઠેએ અહીં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. હર્ષવર્ધન નવાઠેએ શોની પ્રથમ સિઝનમાં બાજી મારી હતી. 27 વર્ષના હર્ષવર્ધનનો પરિવાર મધ્યમ વર્ગનો હતો. આજે હર્ષવર્ધન પરિણીત છે અને તેને બે બાળકો છે. તેના વ્યવસાયની વાત કરીએ તો હર્ષવર્ધને સિવિલ સર્વિસની તૈયારી છોડી દીધી અને યુકે યુનિવર્સિટીમાંથી MBA કર્યું. હાલ હર્ષવર્ધન નવાઠે ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.

બિનીતા

8/10
image

KBC સીઝન -10માં, ગુવાહાટીની રહેવાસી બિનીતાએ એક કરોડ રૂપિયાની રકમ જીતી. બિનીતાનો પરિવાર સીકરનો રહેવાસી છે. થોડા વર્ષો પહેલા જ તેઓ રોજગાર માટે આસામ આવ્યા હતા. હાલમાં, બિનીતા પોતાનું એક કોચિંગ સેન્ટર ચલાવે છે.

અનામિકા મઝુમદાર

9/10
image

KBCની સિઝન 9માં જમશેદપુરથી આવેલી અનામિકા મજુમદાર સિઝનની પ્રથમ કરોડપતિ કન્ટેસ્ટન્ટ રહી હતી. આ સિઝનમાં અનામિકાએ 1 કરોડની જંગી રકમ જીતી હતી. તમને જણાવી દઈએ કે તે 7 કરોડના જેકપોટ પ્રશ્નમાં અટવાઈ ગઈ હતી. પરંતુ શો છોડ્યા પછી તેણે જે જવાબ આપ્યો તે સાચો નીકળ્યો. બે બાળકોની માતા અનામિકાએ શોમાંથી જીતેલી રકમથી ફેઈથ ઈન ઈન્ડિયા નામનું NGO શરૂ કર્યું. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે ફરી શોમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી.

અચિન - સાર્થક નરૂલા

10/10
image

સિઝન 8 માં, અચીન અને સાર્થક નરૂલાએ એન્ટ્રી લીધી અને સિઝનનાં છેલ્લે વિજેતા બન્યા. અચિન - સાર્થક નરૂલા બંને ભાઈઓ છે અને દિલ્હીના રહેવાસી છે. બંને ભાઈઓએ KBCમાં એન્ટ્રી લેવા માટે સખત મહેનત કરી હતી. તેમણે શોમાં 7 કરોડ રૂપિયા જીત્યા હતા. આ રૂપિયાથી તેમણે માતાની કેન્સરની સારવાર કરાવી હતી. આજે બંને ભાઈઓ ઈન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ ચલાવી રહ્યા છે.