જુનાગઢઃ ભારે વરસાદથી ઘેડ પંથક મુશ્કેલીમાં, અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, ખેતીના પાકને નુકસાન 

જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે. તો અનેક ગામોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 
 

જૂનાગઢ જિલ્લામાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે પંથકના ગામડાની સ્થિતિ ખરાબ છે. છેલ્લા 12 દિવસથી સતત પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. 
 

1/5
image

જૂનાગઢ જિલ્લાના કણઝા ગામમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. તો સૌથી વધુ માલધારીઓ મુશ્કેલીમાં છે. તેઓ પોતાના ઢોરને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.   

2/5
image

અનેક લોકોના ઘરમાં પાણી ભરાવાને કારણે નુકસાન પણ થયું છે. ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે. ગ્રામ લોકો મેઘરાજા વિરામ લે તે રાહ જોઈ રહ્યાં છે.   

3/5
image

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે વંથલી પંછકમાં આવેલ વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

4/5
image

જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારના ગામોમાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે. ઓઝત નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા તેમને પણ નુકસાનની ભીતી સેવાઇ રહી છે.

5/5
image

ઘેડ વિસ્તારના ઓસા, શર્મા, ફૂલરામા, પાદરડી, ઘોડાદાર, સામરડી, સાંઢા સહિતના ગામો બેટમાં ફેરવાયા છે.