IPO News: જોરદાર ગ્રે માર્કેટ સાથે ખુલી રહ્યા છે આ બે કંપનીના IPO, જાણો GMP

IPO News: આજથી 2 કંપનીઓના IPO ખુલી રહ્યા છે. આ બંને કંપનીઓ SME સેગમેન્ટની છે. રોકાણકારો આજથી આ બે કંપનીના IPO પર રોકાણ કરી શકે છે. જો કે આ અઠવાડિયે 8 કંપનીના IPO ચાલી રહ્યા છે.
 

1/7
image

IPO News: ગઈ કાલે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ શેર માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આ અઠવાડિયું આઈપીઓ માટે સારૂ રહ્યું છે. આજે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ શેર બજારમાં એક સાથે બે આઈપીઓ ખુલી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે બન્ને આઈપીઓનું ગ્રે માર્કેટમાં જોરદાર પ્રદર્શન છે. 

2/7
image

એલ કે મહેતા પોલિમરનો આઈપી(L.K. Mehta Polymers IPO)ઓ આજથી ખુલી રહ્યો છે. કંપનીના IPOનું કદ 7.38 કરોડ રૂપિયા છે. કંપનીનો IPO સંપૂર્ણપણે તાજા ઈશ્યુ પર આધારિત હશે. LK મહેતા પોલિમર્સ IPO દ્વારા 10.40 લાખ શેર ઇશ્યૂ કરશે.  

3/7
image

કંપનીનો IPO આજથી એટલે કે 13મી ફેબ્રુઆરીથી 17મી ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. કંપનીએ આ IPO માટે 71 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. IPOની લોટ સાઈઝ 1600 શેર છે. રોકાણકારોએ કંપનીના IPO દ્વારા ઓછામાં ઓછો 1,13,600 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આજે કંપનીનો IPO 15 રૂપિયાના GMP પર ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે. જે 21 ટકાથી વધુ પ્રીમિયમ સાથે લિસ્ટિંગ સૂચવે છે.  

4/7
image

અન્ય એક કંપની જેનો આઈપીઓ આજે ખુલી રહ્યો છે તે છે, જે શનમુગા હોસ્પિટલનો આઈપીઓ છે. આ એક NSE SME IPO પણ છે. IPO 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. કંપની IPO દ્વારા 38.18 લાખ શેર ઇશ્યૂ કરશે. તમને જણાવી દઈએ કે, આ IPOનું કદ 20.62 કરોડ રૂપિયા હશે.  

5/7
image

કંપનીએ આઈપીઓ માટે 2000 શેરનો એક લોટ બનાવ્યો છે. તે જ સમયે, તેની પ્રાઇસ બેન્ડ 54 રૂપિયા પ્રતિ શેર છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછી 1,08,000 રૂપિયાનો રોકાણ કરવું પડશે. IPOનો 50 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે અને બાકીનો 50 ટકા અન્ય રોકાણકારો માટે આરક્ષિત રહેશે.  

6/7
image

ગ્રે માર્કેટમાં કંપની પોજીટિવ ટ્રેડ કરી રહી છે. કંપનીનો આઈપીઓ આજે ગ્રે માર્કેટમાં 8 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે પોઝિટિવ લિસ્ટિંગનો સંકેત આપી રહ્યું છે.  

7/7
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)