લોહીથી લથપથ હતો વોટસનનો ઘૂંટણ, છતાં CSKની જીત માટે લડતો રહ્યો

મુંબઈએ ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવી દીધું. પરંતુ હવે આ રોમાંચક મુકાબલાની એવી કહાની સામે આવી છે જેના પર દરેક ક્રિકેટ પ્રેમી આ રમત પર ગર્વ કરશે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શેન વોટસને ફાઇનલમાં 80 રનની બેજોડ ઈનિંગ રમી, પરંતુ પોતાની ટીમને જીત અપાવવામાં અસફળ રહ્યો હતો. 
 

1/5
image

ચેન્નઈમાં વોટસનના સાથી ક્રિકેટર હરભજન સિંહે ખુલાસો કર્યો છે કે વોટસનના પગમાં ઈજા હતી અને સતત લોહી નિકળવા છતાં તે બેટિંગ કરતો રહ્યો. ટીમના સ્પિનર હરભજન પોતાની ઇન્સ્ટાગ્રામ (સ્ટોરી) પર લખ્યું શેન વોટસનના ઘુંટણમાં મોટી ઈજા હતી અને સતત લોહી નિકળી રહ્યું હતું.   

2/5
image

ભજ્જીએ જણાવ્યું કે વોટસને આ વાત ટીમના કોઈ ખેલાડીને ન જણાવી જ્યારે તે બેટિંગ કરતો હતો. ચેન્નઈની ટીમને આ વિશે ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે વોટસન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. તેણે જણાવ્યું કે મેચ બાદ વોટસનના પગમાં છ ટાંકા આવ્યા. 

3/5
image

વોટસન ચેન્નઈ તરફથી ઓપનિંગ કરવા આવ્યો હતો અને અંતિમ ઓવરમાં આઉટ થઈને ગયો હતો. આ દરમિયાન તેણે 59 બોલમાં શાનદાર 80 રન બનાવ્યા હતા. 

4/5
image

ચેન્નઈ તરફથી તે એકમાત્ર એવો બેટ્સમેન રહ્યો જેણે ટીમને જીત અપાવવા માટે અંત સુધી સંઘર્ષ કર્યો. પરંતુ 20મી ઓવરના ચોથા બોલ પર તે ક્રુણાલ પંડ્યાનો શિકાર થયો. 

5/5
image

ફાઇનલ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ 148 રન બનાવી શક્યું હતું. આ સાથે મુંબઈ ચોથી વખત આઈપીએલનું ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ચેન્નઈને અંતિમ ઓવરમાં 9 રનની જરૂર હતી પરંતુ મલિંગાની અનુભવી બોલિંગ સામે વિપક્ષી બેટ્સમેનોએ ઘુંટણ ટેકવી દીધા હતા.  (તમામ ફોટો- IPL/BCCI)