Photos: શું તમે દેશના સૌથી સુંદર મહારાણીને જાણો છો? ગુજરાતના વાંકાનેર સાથે છે કનેક્શન, તેમની સાદગી આગળ ભલાભલા માત ખાઈ જાય
ભારતની રોયલ્ટી અને તેની ભવ્યતાએ સદીઓથી લોકોને આકર્ષિત કર્યા છે. મહેલો, પરંપરાઓ અને શાહી પરિવારોની કહાનીઓ આજે પણ લોકોના મનમાં વસે છે. આ કહાનીઓમાં એક નામ એવું પણ છે જે ફક્ત સુંદરતા માટે નહીં પરંતુ પોતાની સાદગી અને શાલીનતા માટે પણ મશહૂર છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડ. તેમના જીવનના કેટલાક રસપ્રદ પહેલુઓ અને શાહી ઠાઠમાઠ વિશે જાણો.
સૌથી સુંદર મહારાણી
મહારાણી રાધિકારાજે ગાયકવાડ દુનિયાના સૌથી સુંદર મહારાણીઓમાંથી એક ગણાય છે. ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ તેમને દેશના સૌથી સુંદર મહારાણીનો ખિતાબ મળ્યો છે. તેમની સાદગી અને ગરિમા દરેકને પ્રભાવિત કરે છે.
શાહી પરિવારનું બેકગ્રાઉન્ડ
રાધિકારાજેનો જન્મ વાંકાનેરના મહારાજ કુમાર ડો. રણજીત સિંહજીના પરિવારમાં થયો. તેમનો શાહી પરિવાર ભારતના ઈતિહાસમાં ઊંડાણપૂર્વક જોડાયેલો છે. 2002માં તેમણે વડોદરાના મહારાજા સમરજીત સિંહ રાવ ગાયકવાડ સાથે લગ્ન કર્યા હતા.
શિક્ષણ અને કરિયર
મહારાણી રાધિકારાજેએ ભારતીય ઈતિહાસમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. લગ્ન પહેલા તેમણે પ્રમુખ મેગેઝિનો અને અખબારો માટે પત્રકાર તરીકે કામ કર્યું હતું. તેમનું જ્ઞાન અને સમજ તેમને વધુ ખાસ બનાવે છે.
લક્ષ્મી વિલાસ પેલેસનો વૈભવ
ગાયકવાડ પરિવારનું નિવાસ સ્થાન લક્ષ્મી વિલાસ પેલેસ ભારતના ભવ્ય મહેલોમાંથી એક છે. આ મહેલ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ III દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેનું નિર્માણ 12 વર્ષમાં પૂરું થયું હતું.
બર્કિંઘમ પેલેસથી ચાર ગણો મોટો મહેલ
લક્ષ્મી વિલાસ પેલેસ 500 એકરમાં ફેલાયેલો છે અને તેમાં 176 રૂમ છે. તે લંડનના બર્કિંઘમ પેલેસથી પણ ચાર ગણો મોટો છે. તેની વાસ્તુકળા ઈન્ડો સારાસેનિક શૈલીની છે જે તેને વધુ ખાસ બનાવે છે.
મહેલની અનોખી વિશેષતાઓ
મહેલમાં ઉપયોગમાં લેવાયેલ સંગેમરમર રાજસ્થાન અને ઈટાલીથી મંગાવેલું હતું. જ્યારે લાલ બલુઆ પથ્થર આગ્રાથી મંગાવાયા હતા. મહેલમાં 300 ફૂટ ઊંચો ક્લોક ટાવર છે. પરંતુ તેનો ઘંટ ક્યારેય વગાડવામાં આવ્યો નથી.
મહારાજાનો ક્રિકેટ અને ગોલ્ફ પ્રેમ
મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ પહેલા એક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમણે મોતીબાગ સ્ટેડિયમમાં એક ક્રિકેટ એકેડેમીની પણ સ્થાપના કરી છે. આ ઉપરાંત તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ પરિસરમાં 10 હોલ ગોલ્ફ કોર્સ પર ગોલ્ફ રમે છે.
પર્યટકો માટે આકર્ષણ
લક્ષ્મી વિલાસ પેલેસ પર્યટકો માટે ખુલ્લો છે. મહેલ જોવા માટે 150 રૂપિયા અને સંગ્રહાલયની મુલાકાત લેવા માટે 60 રૂપિયા ટિકિટ લાગે છે. આ મહેલ દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે.
મહારાણીની સાદગી
મહારાણી રાધિકારાજેની સાદગી તેમની સૌથી મોટી ખાસિયત છે. તેમનું વ્યક્તિત્વ રોયલ હોવા ઉપરાંત તેઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિક પણ છે. તેમની ઉપસ્થિતિ દરેકને મંત્રમુગ્ધ કરી દે એવી છે.
Trending Photos