IND VS ENG: ઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, આ 5 ખેલાડી રહ્યાં મેચના હીરો

ટીમ ઈન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 25 રને હરાવી શાનદાર જીત મેળવી. આ જીતની સાથે ભારતે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 3-1થી કબજે કરી છે. 

અમદાવાદઃ ટીમ ઈન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 25 રનથી હરાવીને દમદાર જીત મેળવી. આ જીતની સાથે ભારતે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી. આ જીત ટીમ ઈન્ડિયા માટે ખાસ રહી કારણ કે વિરાટની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચી ગઈ છે. આ જીતમાં ભારતીય સ્પિનરોએ દમદાર ભૂમિકા ભજવી. આ રહ્યાં ટીમ ઈન્ડિયાની વિજયના પાંચ હીરો. 
 

રિષભ પંત

1/5
image

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બનીને સામે આવ્યો. અમદાવાદ ટેસ્ટમાં તેણે માત્ર 118 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા. તેણે સુંદર સાથે સદીની ભાગીદારી કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. 

 

 

વોશિંગટન સુંદર

2/5
image

વોશિંગટન સુંદરે રિષભ પંતની સાથે અને ત્યારબાદ અક્ષર સાથે 100થી વધુની ભાગીદારી કરી. તેણે સંકટમાં રહેલી ટીમ ઈન્ડિયાને બહાર કાઢવા 96 રન બનાવ્યા હતા. 

 

આર અશ્વિન

3/5
image

ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિને આ સિરીઝમાં ધૂમ મચાવી. તેણે કુલ 32 વિકેટ પોતાના નામે કરી. તો બેટથી પણ અશ્વિન ગેમ ચેન્જર સાબિત થયો. ચોથી ટેસ્ટમાં અસ્વિને પાંચ વિકેટ સાથે કુલ 8 વિકેટ ઝડપી હતી. 

 

 

અક્ષર પટેલ

4/5
image

અક્ષર પટેલે આ મેચની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી, જ્યારે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી. તો અક્ષરે બેટથી પણ દમદાર પ્રદર્શન કરી 43 રન બનાવ્યા હતા.

 

 

રોહિત શર્મા

5/5
image

ચોથી ટેસ્ટના બીજા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની વિકેટ ગુમાવી રહી હતી ત્યારે રોહિત શર્મા ક્રીઝ પર ઉભો રહ્યો અને તેણે 49 રન બનાવ્યા. રોહિત પોતાની અડધી સદી પૂરી ન કરી શક્યો પરંતુ તેના 49 રન ખુબ ઉપયોગી રહ્યાં.