Knowledge News: સાપની જેમ માણસનું શરીર પણ પેદા કરી શકે છે ઝેર? કારણ જાણવા જરૂરથી વાંચો આ સમાચાર

Knowledge News: સાપ ઝેરીલો હોય છે કેમકે તે પોતાના શરીરની અંદર ઝેર બનાવી શકે છે. સાપ પોતાના દાંતથી ઝેરને બીજા સુધી પહોંચાડી શકે છે. અમુક એવા પણ જીવ છે જે પોતાના શરીરમાં ઝેર (Venom) બનાવી લે છે.

આ વાત કદાચ જ તમે જાણતા હશો કે માણસ (Human) પણ પોતાના શરીર (Body) માં ઝેર બનાવી શકે છે. માણસમાં ઝેર બનાવવા માટેની જરૂરી સિસ્ટમ છે. આ વાંચીને તમને રાજા-મહારાજાઓના જમાનામાં બનાવવામાં આવતી વિષ કન્યાઓની યાદ આવી ગઈ હશે.

માણસના શરીરમાં હોય છે ઝેર બનાવવાની ક્ષમતા

1/5
image

માન્યતાના આધાર પર વિષ કન્યા પોતાનામાં ઝેર ભરવા નાગ-નાગિનોનું ઝેર લેતી હતી પરંતુ માણસનું શરીર તેના કરતા વધુ સક્ષમ છે એટલે કે વ્યક્તિને બહારથી ઝેર લેવાની જરૂર નથી તે પોતે જ પોતાના શરીરમાં ઝેર બનાવી શકે છે.

આવી રીતે જાણવા મળ્યું

2/5
image

જાપાનના વૈજ્ઞાનિકોના રિસર્ચમાં સામે આવ્યું કે માનવીની અંદર પણ એ લાળ ગ્રંથિયો હોય છે જે ઝેર બનાવી શકે છે. આ એવી જ લાળ ગ્રંથિઓ છે જે દુનિયાના સૌથી ઝેરીલા સાપોમાં હોય છે. માણસોમાં ફ્લેક્સિબલ જિન્સના કારણે વગર ઝેરવાળા જીવો જેવી લાળ ગ્રંથિઓ વિકસિત થઈ છે.

બનાવી શકે છે ઝેર

3/5
image

જો માણસની લાળ-ગ્રંથિઓ (salivary glands) વિકસિત થઈ જાય તો માણસ પણ ઝેરીલા જાનવરોની ઝેર બનાવી શકે છે.

માનવ શરીરમાં બને છે ઝેરી પદાર્થો

4/5
image

માણસના શરીરમાં ઘણા પ્રકારના ઝેરી પદાર્થો બને છે અને માણસ તેને ઘણા પ્રકારે બહાર કાઢી દે છે પરંતુ ઝેરીની જરૂરત ના હોવાના કારણે માણસની લાળ-ગ્રંથિઓ વગર ઝેરવાળા જીવોની જેમ ઢળી ગઈ છે.

પ્રોટીનનું પરિવર્તન ઝેરનું કારણ બને છે

5/5
image

માણસ અને ઝેરીલા જીવોની લાળ-ગ્રંથિઓમાં અંતર માત્ર એક ખાસ પ્રોટીનના મ્યૂટેશનનું હોય છે. માણસના શરીરમાંથી નીકળતી લાળમાં પ્રોટીન કેલીક્રેન્સ (Kallikreins) મ્યૂટેટ નથી હોતું અને ઝેરીલા જીવોની લાળમાં આ મ્યૂટેટ હોય છે. શરીરમાં ઘાતક ઝેર બનાવવા માટે આ પ્રોટીનનું મ્યૂટેટ હોવું જરૂરી છે કેમકે આ મ્યૂટેટ ઝેર બનાવવાની સિસ્ટમને તૈયાર કરે છે.