રાહુ-કેતુની ઉલટી ચાલથી સોનાની જેમ ચમકશે 4 જાતકોનું ભાગ્ય, 9 મહિના સુધી મળશે લાભ

Horoscope Rahu Rashifal Ketu Transit: રાહુ-કેતુ આગામી 9 મહિના સુધી રાશિ પરિવર્તન કરવાના નથી. તેવામાં કેતુ-રાહુનું ગોચર કેટલાક જાતકો માટે વરદાન સમાન રહેશે.
 

રાહુ-કેતુ

1/6
image

રાહુ-કેતુને માયાવી ગ્રહ માનવામાં આવે છે, જે હંમેશા ઉલટી ચાલમાં ગોચર કરે છે. આ બંને ગ્રહોની શુભ દ્રષ્ટિથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે. આ બંને ગ્રહ જ્યાં જીવનમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. તો તેના શુભ થવા પર સુખ-સંપત્તિમાં વધારો, કારોબારમાં પ્રગતિ અને જીવનમાં ખુશીઓ રહે છે. રાહુ-કેતુ આગામી નવ મહિના સુધી રાશિ પરિવર્તન કરશે નહીં. તેવામાં આ બંને ગ્રહની ચાલ 2025 સુધી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે.  

વૃશ્ચિક રાશિ

2/6
image

કેતુ અને રાહુનું આ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. પારિવારિક સમસ્યા ધીમે-ધીમે ખતમ થઈ જશે. કરિયરમાં તમને સાથીઓનો સપોર્ટ મળશે. તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. 

સિંહ રાશિ

3/6
image

રાહુ-કેતુનું આ ગોચર સિંહ રાશિના જાતકો માટે શુભ ફળ લઈને આવ્યું છે. કરિયરમાં તમને ઘણી તક મળી શકે છે, જે તમારી પ્રગતિમાં મદદ કરશે. બિઝનેસ કરી રહેલા લોકોની આર્થિક સમસ્યાઓ દૂર થશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. તમારો સંતાન પક્ષ પણ મજબૂત રહેવાનો છે. 

ધન રાશિ

4/6
image

ધન રાશિના લોકો માટે રાહુ-કેતુનું આ ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. જીવનમાં મુશ્કેલીઓ દૂર થશે અને જીવનસાથીનો સાથ મળશે. કામના સિલસિલામાં યાત્રા કરવી પડી શકે છે. બિઝનેસ કરનારને ધનના મામલામાં કોઈ શુભ સમાચાર મળશે.  

મેષ રાશિ

5/6
image

મેષ રાશિના જાતકો માટે રાહુ-કેતુનું ગોચર ભાગ્યશાળી માનવામાં આવી રહ્યું છે. તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ આ ગોચર બાદ ખતમ થઈ જશે. જીવનમાં નવા ફેરફાર આવી શકે છે, જે ખુબ પોઝિટિવ રહેવાના છે. પરિવાર અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. કોઈ જગ્યાએ ફરવાનો પ્લાન પણ બની શકે છે.

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.