Holika Dahan 2024: આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ

Holika Dahan 2024: હોળીના તહેવારની લોકો આખુ વર્ષ રાહ જુએ છે. ક્યાં ક્યાં તો હોળી એક મહિના પહેલાં જ હોળીની ધૂમ મચી જાય છે. વૈદિક પંચાગના અનુસાર ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોવાળી હોળી રમવામાં આવે છે. આ વર્ષે હોળિકા દહન 24 માર્ચના રોજ કરવામાં આવશે અને બીજા દિવસે એટલે કે 25 માર્ચના રોજ હોળી રમવામાં આવશે. આ દિવસે 8 દિવસ પહેલાં 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થઇ ચૂક્યા છે. શાસ્ત્રોના અનુસાર હોળિકા દહનના કેટલાક રીત રિવાજો હોય છે. આજે અમે તમને એવા 5 લોકો વિશે જણાવીશું જેમને હોળિકા દહન જોવું શુભ ગણવામાં આવતું નથી. આવો જાણીએ... 

નવપરણિત દુલ્હન

1/5
image

શાસ્ત્રોના અનુસાર લગ્ન બાદ પહેલીવાર સાસરીએ આવેલી નવવધુએ હોલિકા દહન ન જોવું જોઇએ. આ શુભ ગણવામાં આવતું નથી. કહેવામાં અવે છે તેનાથી લગ્નજીવનમાં ઘણા સંકટો આવી શકે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

ગર્ભવતી મહિલા

2/5
image

ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હોલિકાની પરિક્રમા કરવું અશુભ ગણવામાં આવે છે. તેનાથી દોષ લાગી શકે છે અને બાળકો પર અશુભ પ્રભાવ પડી શકે છે. જે તેમના જીવનમાં વિઘ્નો ઉત્પન્ન કરી શકે છે. 

નવજાત બાળક

3/5
image

શાસ્ત્રોના અનુસાર નવજાત શિશુને પણ હોલિકા દહન બતાવવું ન જોઇએ. આમ કરવાથી તમારા બાળક પર નકારાત્મક અસર પડી શકે છે. નેગેટીવ એનર્જીનો અસર શિશુ પર થઇ શકે છે. કહેવામાં આવે છે કે હોલિકા દહનમાં બધા પોતાની નકારાત્મકતાની આહૂતિ આપવા આવે છે. 

સાસુ અને વહુ

4/5
image

એવું કહેવાય છે કે સાસુ અને વહુએ ક્યારેય એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ. આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઘરમાં પરેશાનીઓ વધવાની પણ સંભાવના છે.

એકના એક સંતાનવાળા માતા પિતા

5/5
image

જે માતા-પિતાનું એક જ સંતાન હોય તેમણે હોલિકા દહનની અગ્નિ જોવાનું ટાળવું જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહનની પરંપરાઓનું પાલન કરવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)